ફરીથી સોનાના ભાવ ખાડે ગયા, માત્ર આટલા રૂપિયામા મળે છે એક તોલું સોનું

ફરીથી સોનાના ભાવ ખાડે ગયા, માત્ર આટલા રૂપિયામા મળે છે એક તોલું સોનું

સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા આજે સોમવાર 11 નવેમ્બરે સોનું સસ્તું થયું છે. અગાઉના દિવસોની સરખામણીએ સોનાના ભાવમાં રૂ.200નો ઘટાડો થયો છે. તહેવારોની સીઝન પૂરી થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 79 હજાર રૂપિયાથી વધુ છે. જો જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 72 હજાર રૂપિયાને પાર થઈ ગઈ છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં 3 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત હાલમાં 93 હજાર 900 રૂપિયા પ્રતિ કિલો છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો દર શું છે?

દિલ્હી ગોલ્ડ રેટઃ આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 79 હજાર 500 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ ગોલ્ડ રેટ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 79,350 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 72,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતા ગોલ્ડ રેટ: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 72,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો 

સોનાની કિંમત ચેન્નાઈઃ ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 72,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદ ગોલ્ડ રેટ: અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.