khissu

ડુંગળીના ભાવ ગગડયા, જે ડુંગળી 800 ની હતી એના આજે 250 થયા, ખેડૂતને પડ્યા પર પાટુ

ગુજરાત માં ડુંગળી પકવીને દુ:ખી થયેલા ખેડૂતોની વ્યથા સાંભળવા સરકાર તૈયાર નથી, કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.ખુલ્લા બજારમાં એક તરફ વેપારીઓ ડુંગળી ખરીદવા માટે તૈયાર નથી અને બીજી તરફ ખેડૂતોની ડુંગળી વેચાયા વિના પડી રહી હોવાથી સડી ગઈ છે. ખેડૂતને એક વીઘા ખેતરનાં ડુંગળી વાવવી હોય તો 20 હજાર કરતા પણ વધુ ખર્ચ થાય છે.

અતિવૃષ્ટિ અને માવઠાંનો ભોગ બનેલા ખેડૂતો ડુંગળી વેચવા માટે લાચાર બન્યાં છે. થોડાં સમય પહેલાં એપીએમસીમાં ડુંગળીની ખરીદી માટે વેપારીઓ તૈયાર નહીં હોવાથી તેમણે હાઈવે પર ડુંગળી નાંખી દીધી હતી. એક મહિના પહેલાં ડુંગળીનો મણનો ભાવ 600થી 800 રૂપિયા હતો, પરંતુ કેન્દ્રની નિકાસબંધીના કારણે ડુંગળીનો મણનો ભાવ200થી 250 રૂપિયા થઈ ગયો છે.

ખેડૂતો કહી રહ્યા છે કે એક કિલો ડુંગળીની પડતર 20થી 25 રૂપિયા જેટલી થાય છે, પરંતુ વેપારીઓ તેટલા ભાવે પણ ખરીદવા તૈયાર નથી, લાલ ડુંગળી કે જે 15થી 20 દિવસ સુધી સાચવી શકાય છે ત્યારબાદ તે બગડી જાય છે. ખેડૂતોએ કરેલા ડુંગળીના ઢગલામાં મોટાભાગનો પાક સડી રહ્યો છે.

ગયા માર્ચ મહિનામાં રાજ્ય સરકારે ખેડૂતોને ડુંગળી પાકમાં રાહત આપી હતી. સરકારે નક્કી કર્યું હતું કે ખેડૂતોને નુકસાન થાય નહીં તે માટે સરકારે પ્રતિ કિલોગ્રામે ખેડૂતોને બે રૂપિયાની સહાય કરશે.
 

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 20/12/2023 Onion Apmc Rate):

તા. 19/12/2023, મગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ141461
મહુવા100469
ભાવનગર110500
ગોંડલ61461
જેતપુર81476
વિસાવદર188366
ધોરાજી50376
અમરેલી100400
મોરબી100460
અમદાવાદ200460
દાહોદ200700
વડોદરા100500

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 20/12/2023 Onion Apmc Rate):

તા. 19/12/2023, મગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

મહુવા200494
ગોંડલ101411