આજથી બદલાયા આ 11 નિયમો: સમય કાઢી ખાસ જાણી લો

રાજ્યમાં 1 નવેમ્બરથી બદલાયા તમારાં ખિસ્સા પર અસર પડે તેવા નિયમો માટે આજે જ જાણો ક્યાં ક્યાં? 

1) બેંક માં રજા : નવેમ્બર મહિનો તહેવાર નોં મહિનો હોવાથી 14 દિવસ થી વધારે રજા આવશે જેથી બેંક નાં કામો જડપી પતાવી દેજો. 

2) ગુજરાત ST વિભાગ તરફથી નવેમ્બર મહિનામાં વધારે બસ દોડાવવામાં આવશે, તહેવાર નિમિત્તે લોકોને અગવડતા ન પડે એટલા માટે નિર્ણય. 

3) 2 નવેમ્બર થી મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે ફોર્મ પ્રક્રિયા ચાલુ થશે. સીટ ફાળવણી બાબતે 

4) હવે SBI બેંક ના બચત એકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે: 

 1 નવેમ્બરથી એસબીઆઇના કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઇ રહ્યા છે. એસબીઆઇના બેંક એકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. હવે 1 નવેમ્બરથી જે સેવિંગ બેંક એકાઉન્ટમાં 1 લાખ સુધીની જમા રકમ છે તેના પર વ્યાજ દર 0.25 ટકા ઘટીને 3.25 ટકા રહેશે.1 લાખ થી વધુ માં અલગ નિયમ રહશે. 

5) પૈસા ઉપાડવા, જમા કરાવવા પર લાગશે ચાર્જ:

બેંક ઓફ બરોડા ( BOB ) ના ખાતાધારકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. 1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા ગ્રાહકોન હવે પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ આપવો પડશે. બેંક  ઓફ બરોડાએ ચાલુ એકાઉન્ટ, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટથી ડિપોઝિટ ઉપાડના અલગ અને બચત ખાતાના જમા ઉપાડના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. 

લોન એકાઉન્ટ માટે મહિનામાં ત્રણવાર પછી જેટલી વાર પૈસા કાઢશો તો 150 રૂપિયા દર વખતે ચાર્જ ચૂકવવો પડશે. બચત ખાતામાં ત્રણવાર જમા કરવાનું મફત રહેશે. ત્યારબાદ ચોથી વાર જમા કરાવવા પર 40 રૂપિયા આપવા પડશે. 

અને મળતી વિગતો મુજબ બાકી બેંક પણ જેમ કે બેંક ઓફ ઇન્ડિયા , પીએનબી , એક્સિસ અને સેંટ્રલ બેંક પણ જલદી આ પ્રકારે ચાર્જ લગાવવાનો નિર્ણય લેશે .

6) ડિજિટલ પેમેન્ટ પર કોઇ ચાર્જ નહી: 

 એક નવેમ્બરથી હવે પચાસ કરોડ રૂપિયાથી વધુ ટર્ન ઓવરવાળા બિઝનેસ મેનો માટે ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય થશે.અને આ નિયમ પણ લાગુ પડી જશે. 

નવી વ્યવસ્થા અનુસાર ગ્રાહક અથવા મર્ચન્ટ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ( MDR ) વસૂલી શકશે નહી. આ નિયમ ફક્ત 50 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર પર લાગૂ રહશે. 

7) રેલવે બદલશે ટ્રેનોનું ટાઇમ ટેબલ : 

1 નવેમ્બરથી ભારતીય રેલ આખા દેશની ટ્રેનોના ટાઇમ ટેબલને બદલવા જઇ રહી છે. પહેલાં ટ્રેનોનું ટાઇમ ટેબલ 1 ઓક્ટોબરથી બદલાવવાનું હતું, પરંતુ હવે 1 નવેમ્બર થી બદલાશે, જેથી ટ્રેનમાં મુસાફરી કરવા જાવ તે પહેલાં જાણી લેજો.

8) OTP વગર ગેસ સિલિન્ડર નહીં મળે.

LPG ગેસ સિલિન્ડરની ડીલેવરી સિસ્ટમને લઈને કંપની એ ફેરફાર કર્યો છે, જેમાં હવે તમારી પાસે બુકિંગ OTP હોવો જરૂરી બનશે. જો તમારી પાસે બુકિંગ OTP નહીં હોય તો તમને ગેસ સિલિન્ડર નહીં મળે. 

Delivery Authentication code (DAC) નામ આપવામાં આવ્યું છે. મહિને 12 સિલિન્ડર મળે છે જેમાં ઘણી વખત ખોટી જગ્યા પર ગેસ સિલિન્ડર ડિલીવરી થઈ જતો હતો એટલે આ નિર્ણય લીધો છે. 

જ્યારે તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો ત્યારે OTP જનરેટ થાય છે એ OTP તમારી પાસે પણ હશે અને ડિલિવરી કરવા આવનાર વ્યક્તિ પાસે પણ હશે જો બંને સરખા મળતાં હશે તો જ તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 

જો mobile number અપડેટ નથી તો delivery બોય Aplication દ્વારા કોડ જનરેટ કરશે અને ત્યાર પછી સિલિંડર મળશે. 

હાલ 100 સિટીમા પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે ત્યારે પછી બીજા સિટી માં લાગુ થશે. 

9) Inden ગેસ સિલિંડર :

જો તમે ઇન્ડિયન ગેસ સિલિન્ડરના ગ્રાહક છો તો તેમનો જુનો બુકિંગ નંબર બદલાઈ ચૂક્યો છે. અને નવો બુકિંગ નંબર તમારા રજિસ્ટર નંબર પર મોકલવામાં આવ્યો હશે.

અથવા LPG ના બદલાયેલા નિયમ અનુસાર તમે 7718955555 પર કોલ કરી કે SMS કરી બૂક કરાવી શકો છો.

જો તમે WhatsApp થી બુકિંગ કરવા માંગો છો તો આ છે નંબર.7588888824, જ્યારે મેસેજ કરો ત્યારે REFILL ટાઈપ કરવાનું છે અને જે નંબર રજિસ્ટર છે તેમાંથી જ મેસેજ કરવાનો છે. 

10) ગેસ સિલિંડર ડિલીવરી માટે નામ અને મોબાઇલ નંબર અપડેટ:

ઓઇલ કંપની દ્વારા તેમના ગ્રાહકો ને માહિતી આપવામાં આવી છે કે બુકિંગ નાં નિયમો બદલાઈ રહ્યા છે માટે જે ગ્રાહક નું નામ, એડ્રેસ, અને મોબાઇલ નંબર ખોટા છે તો અપડેટ કરાવી મૂકે બાકી ગેસ સિલિન્ડર ડિલીવરી નહીં થાય.

11) દર મહીનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. પરંતુ આ મહિને ઘટાડો થશે તેવું લાગી રહ્યું છે. 

આ માહિતીને વધારે સરળ રીતે સમજવા ઉપર આપેલ વિડિયો જોવો.