khissu

આ રીતે વોટર આઈડી વગર આપો વોટ, જાણો તમારા કામની માહિતી

રાજયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં બેલેટ પેપર દ્વારા મતદાન થશે. મતદાન કરતી વખતે જો તમારી પાસે ચુંટણી કાર્ડ નથી તો પણ તમે મતદાન કરી શકો છો. કંઈ રીતે ? આવો જાણીએ. ચૂંટણી પંચ એવા લોકોને વોટર આઈડી આપે છે જેઓ મતદાનની તમામ શરતો પૂરી કરે છે. જો તમારું નામ મતદાર યાદીમાં સામેલ છે, પરંતુ તમારી પાસે મતદાર ID નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે મતદાર ઓળખપત્ર વગર પણ મતદાન કરી શકો છો.

પ્રથમ મતદાર યાદીમાં નામ તપાસો: દરેક મતદાન મથક પર તે વિસ્તારના મતદારોની યાદી હોય છે. જો તમારું નામ આ યાદીમાં નથી તો તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. મતદારને મતદાર કાપલી મળે તો તેનું નામ મતદાર યાદીમાં છે તે નક્કી છે. આ સ્લિપ, કોઈપણ માન્ય ID સાથે, મતદાર કાર્ડ તરીકે કાર્ય કરે છે. જો તમારી પાસે વોટર આઈડી નથી તો તમારે રિટર્નિંગ ઓફિસરની સામે તમારી ઓળખ સાબિત કરવી પડશે.
દસ્તાવેજ નો ઉપયોગ કરી શકો છો.
પાસપોર્ટ
ડ્રાઈવિંગ લાઈસન્સ
પાન કાર્ડ
આધાર કાર્ડ
કોઈપણ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની નોકરીનું સેવા ઓળખ કાર્ડ
બેંક અથવા પોસ્ટ ઓફિસ પાસબુક
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ રેઝિસ્ટન્સ જીન આઇડેન્ટિફાયર માટે જારી કરાયેલ સ્માર્ટકાર્ડ
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)નું કાર્ડ
ફોટોગ્રાફ સાથે પેન્શન દસ્તાવેજ
શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આરોગ્ય વીમા કાર્ડ
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ ફોટો મતદાર કાપલી

આ સિવાય ધારાસભ્યો અને સાંસદોને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડનો પણ ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાશે.  તમારા વીજ બિલ, રેશન કાર્ડ, ભાડાની કાપલી અથવા ઘરના કાગળો, વાહનના કાગળોનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે માન્ય નથી.

જો કોઈને મતદાર કાપલી ન મળે તો તેઓ ઓનલાઈન અથવા હેલ્પલાઈન દ્વારા શોધી શકે છે કે તેમનું નામ નોંધાયેલ છે કે નહીં?