Top Stories
khissu

આ મહિલાઓને દર મહિને મળશે 2250 રૂપિયાનું પેન્શન, જાણો કેવી રીતે?

દેશમાં આર્થિક રીતે નબળા વર્ગોને સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેવી જ રીતે સરકાર દ્વારા વિધવા પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને આર્થિક મદદ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પેન્શનની રકમ જે-તે રાજ્ય પ્રમાણે અલગ-અલગ રીતે આપવામાં આવે છે.

સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, આર્થિક રીતે નબળી મહિલાઓ પણ સારું જીવન જીવી શકે. આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે આવતી વિધવા મહિલાઓને મળે છે જે સરકારની અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ લઈ રહી નથી.

હરિયાણા વિધવા પેન્શન યોજના
આ યોજના હેઠળ હરિયાણા સરકાર વિધવા મહિલાઓને દર મહિને 2250 રૂપિયાનું પેન્શન આપે છે. આ સુવિધાનો લાભ માત્ર તે મહિલાઓને જ મળશે જેમની વાર્ષિક આવક રૂ. 2 લાખ છે.

ઉત્તર પ્રદેશ વિધવા પેન્શન યોજના
આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશ સરકાર વિધવા મહિલાઓને દર મહિને 300 રૂપિયા આપે છે. આ પેન્શનની રકમ મહિલાઓનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

દરેક રાજ્યમાં બદલાય છે રકમ
- દિલ્હીમાં વિધવા પેન્શન યોજના હેઠળ દર ત્રણ મહિને 2500 રૂપિયા આપવામાં આવે છે.
- મહારાષ્ટ્રમાં વિધવા પેન્શન યોજના હેઠળ દર મહિને 900 રૂપિયા આપવામાં આવે છે. 
- ઉત્તરાખંડમાં વિધવા પેન્શન યોજના હેઠળ દર મહિને 1200 રૂપિયા આપવામાં આવે છે. 
- રાજસ્થાનમાં વિધવા પેન્શન યોજના હેઠળ દર મહિને 750 રૂપિયા આપવામાં આવે છે.
- ગુજરાતમાં વિધવા પેન્શન યોજના હેઠળ દર મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે.

અરજી કરવા જરૂરી પુરાવા
- આધાર કાર્ડ
- પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો