khissu

Cash rules: ઘરમાં કેટલું કેશ પડ્યું છે ? ઘરમાં રોકડ રાખવાની છે આટલી મર્યાદા..

Cash Rules: દેશમાં ઓનલાઈન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોના કાળ બાદ સતત ઓનલાઈન પેમેન્ટનો વ્યાપ વધી ગયો છે. જોકે, અત્યાર સુધીમાં અનેક લોકો કેશ મારફતે ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરે છે. તેને લીધે અનેક લોકો તેમના ઘરે વ્યાપક પ્રમાણમાં કેશ એટલે કે રોકડ રકમ રાખે છે.

સરકારે ટેક્સ ચોરી અને કાળા નાણાં જેવી સમસ્યાનો સામનો કરવા માટે નવા નિયમો બનાવ્યા છે.જે લોકો ઘરે રોકડ રાખે છે તેમણે સરકાર દ્વારા જારી કરવામાં આવતા નિયમો અંગે માહિતી હોવી જોઈએ.

ઘરમાં રોકડ રાખવાની મર્યાદા શું છે?
આવકવેરાના નિયમો અનુસાર ઘરમાં રોકડ રાખવા અંગે કોઈ ચોક્કસ નિયમ કે મર્યાદા નથી. જો તમે આર્થિક રીતે મજબૂત છો અને તમારી પાસે તે રકમનો યોગ્ય સ્ત્રોત છે, તો તમે ઈચ્છો તેટલી રોકડ ઘરમાં રાખી શકો છો. આ એટલા માટે છે કારણ કે જો તપાસ એજન્સી તમારી તપાસ કરે છે તો તમારા માટે તે રકમનો કાયદેસર સ્ત્રોત હોવો જરૂરી છે. આ સાથે તમારે ITR ઘોષણા પણ બતાવવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો તમે તે પૈસા કાયદેસર રીતે કમાવ્યા છે તો એજન્સી તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં. પરંતુ જો ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા મળી આવશે તો તપાસ એજન્સી તમારી સામે કડક કાર્યવાહી કરશે. આવકવેરા વિભાગ એ પણ તપાસ કરશે કે તમે કેટલો ટેક્સ ચૂકવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો ગણતરીમાં જહેર ન કરેલ રોકડ મળી આવે છે તો IT વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે અને તમારી પાસેથી જાહેર નહીં કરેલ રકમના 137 ટકા સુધીનો ટેક્સ વસૂલવામાં આવશે.

ડોક્યુમેન્ટ અચૂકપણે રાખો
ઘરે કેશ રાખનાર લોકો માન્ય સ્રોત સાથે જ તેને લગતી રકમ અંગે માહિતી હોવી જોઈએ. આ સાથે જ આવક પ્રમાણે તમારે ઈન્કમ ટેક્સ પણ ભરવો જોઈએ. જો તમારી પાસે રોકડ મળે છે અને તમે એજન્સીએ તેને લગતા ડોક્યુમેન્ટ દેખાડો છો તો તમારી સામે કોઈ પગલાં ભરવામાં આવશે નહીં.

આ વાત અંગે રાખો વિશે કાળજી
જે લોકો રોકડ દ્વારા લેવડદેવડ કરે છે તેઓ પણ તેનાથી સંબંધિત તમામ નિયમોથી વાકેફ હોવા જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ પ્રમાણે જો તમે 50,000 કે તેથી વધુ રૂપિયા ઉપાડો અથવા જમા કરાવો છો તો તમારે પાન કાર્ડ બતાવવું પડશે.આ ઉપરાંત જો તમે રૂપિયા 2 લાખ રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો તમે રોકડ દ્વારા ચુકવણી કરી શકતા નથી.આ માટે તમારે તમારું પાન કાર્ડ પણ બતાવવાનું રહેશે.

આવકવેરા કાયદાની કલમ 194N હેઠળ જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડે છે તો તેણે ટીડીએસ પણ ચૂકવવો પડશે. જો કે, આ નિયમ ફક્ત તે લોકો માટે છે કે જેમણે સતત 3 વર્ષથી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી.

આઇટીઆર ફાઇલ કરનારાએ ટીડીએસ ચૂકવવો પડશે નહીં અને આવા લોકો બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંક ખાતામાંથી નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકે છે.