આજના 12 મોટાં સમાચાર: રેશનકાર્ડ, SBI, જનધન ખાતું, સિમકાર્ડ, બુસ્ટર ડોઝ, આવાસ યોજના, UPI પેમેન્ટ વગેરે

ફીચર ફોન દ્વારા UPI પેમેન્ટ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં જ ફીચર ફોન માટે UPI-બેઝ્ડ પેમેન્ટ પ્રોડક્ટ લાવવાની તૈયારીમાં છે. સ્માર્ટફોન યુઝર્સની જેમ ફીચર ફોન યુઝર્સને પણ UPI પેમેન્ટની સુવિધા મળી જશે. વગર સ્માર્ટફોન અને વગર ઈન્ટરનેટે તમારા ફીચર ફોનમાંથી UPI પેમેન્ટ કરી શકશો.

SBI પર્સનલ લોન ડિસ્કાઉન્ટ: SBIએ પોતાના ગ્રાહકો માટે પર્સનલ લોન પર વિશેષ ડિસ્કાઉન્ટ આપ્યું છે. SBI તેના ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી પર લોન આપશે. ઝીરો પ્રોસેસિંગ ફી ફક્ત 31મી જાન્યુઆરી 2022 પહેલા લીધેલી પર્સનલ લોન પર જ લાગુ થશે. SBIની આ પર્સનલ લોન માટે કોઈપણ સમયે અરજી કરી શકાય છે.

જનધન ખાતા ધારકો: જનધન યોજનામાં ખાતું ખોલાવનારાઓમાંથી ૧૮થી ૪૦ વર્ષની વયજૂથમાં આવતા દરેક ખાતેદારને અટલ પેન્શન યોજના સાથે જોડી દેવાની સૂચના દરેક રાષ્ટ્રીયકૃત બૅન્કોને આપવામાં આવી છે. આ યોજનામાં મહિને રૂ. 42થી માંડીને 210નો ફાળો 60 વર્ષ સુધીની વય સુધી આપીને મહિને રૂ. 1000થી રૂ. 5000 સુધીનું પેન્શન જીવે ત્યાં સુધી મળતું રહે છે. 

મેરા રાશન મોબાઈલ એપ: વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત મોદી સરકારે મેરા રાશન મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી રેશન કાર્ડ સંબંધિત મોટા ભાગના કામ ઓનલાઈન મોબાઈલ એપની મદદથી થઈ શકે છે. આ એપની મદદથી રેશન કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે, રેશન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકાશે, આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય છે. રેશનની દુકાન બદલી શકાય છે.

સિમકાર્ડ બંધ થઈ જશે: દૂરસંચાર વિભાગ તરફથી બુધવારે એક નવો નિયમ જાહેર કરી દીધો છે. જેમાં વધારે સિમ રાખવાની છૂટ ખતમ કરી દીધી છે. હવે 9થી વધારે સિમ રાખનારા યુઝર્સને સિમ કાર્ડનું વરિફિકેશન કરવું અનિવાર્ય થઈ ગયું છે. જો આપ આવું નથી કરતા તો, આપનું સિમ કાર્ડ ડિએક્ટિવેટ એટલે કે, બંધ કરી દેવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લંબાઈ: માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકરે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જે અંતર્ગત આવાસ યોજનાને હવે માર્ચ 2021 થી માર્ચ 2024 સુધી લંબાવી છે. આવાસ યોજનાનો લાભ લેવા બાકી રહેલા લોકો માટે આ નિર્ણય લેવાયો છે.

સિમેન્ટના ભાવ વધ્યાં: કાચા માલના ભાવ અને મજુરીમાં વધારાને લઇને સમગ્ર દેશની સિમેન્ટ કંપનીઓ દ્વારા ભાવોમાં તોતિંગ વધારો કરાયો છે.  એક જ દિવસમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા 20 કિલોની એક બેગમાં 5 રૂ. વધારો કરી દેવાયો છે. જેને લઇને સિમેન્ટની 20 કિલોની થેલીનો છૂટક ભાવ 390 રૂ. થયો છે.

સોલાર રૂફટોપ યોજના: વધી રહેલી ફ્યુલને કારણે વિજ બીલમાં પણ વધારો કર્યો છે. તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવીને તમે વીજળીનો ખર્ચ 30 થી 50 ટકા સુધી ઘટાડી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા 3 KV સુધીના સોલાર રૂફટોપ પ્લાન્ટ પર 40 ટકા સબસિડીની સ્કીમ પણ ઉપલબ્ધ છે.સોલર રૂફટોપ 25 વર્ષ સુધી વીજળી આપશે અને આ સોલાર રૂફટોપ સબસિડી સ્કીમમાં ખર્ચ 5-6 વર્ષમાં ચૂકવવામાં આવશે.

બુસ્ટર ડોઝ: ભારતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત સંસદીય સમિતિની બેઠકમાં આરોગ્ય મંત્રાલયે ખુલાસો કર્યો કે, વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકોને આવતા 9 મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી. આ બુસ્ટર ડોઝ નહીં પરંતુ ત્રીજો ડોઝ હશે, જોકે હાજી સુધી ત્રીજા ડોઝની પોલિસી બની નથી.

રેશનકાર્ડને લગતી સેવા વધુ સરળ: ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશનકાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવું, રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર (CSC)માં પણ ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રેશનીંગ દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઉભા નહીં રહેવું પડે.

મફત રાશન વિતરણ માર્ચ 2022 સુધી: કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની સ્થિતિ સુધરતાં હાલમાં જ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વિપક્ષના વિરોધબાદ ફરી આ યોજના શરૂ કરવામાં આવી અને હવે આગામી માર્ચ 2022 સુધી ગરીબોને મફત અનાજ આપવામાં આવશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.