આજની 5 મોટી માહિતી : ગો ગ્રીન યોજના, અંબાલાલ પટેલની આગાહી, મોંઘવારી ભથ્થું વગેરે

ગો ગ્રીન યોજના : રાજ્ય સરકારે પ્રદુષણથી ગુજરાતને મુક્ત કરવા માટે આજથી ગો ગ્રીન યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં રાજ્ય સરકાર સંગઠિત અને બાંધકામ શ્રમિકોને ઈ-વાહન ખરીદવા માટે સબસીડી આપશે. જેમાં ટુ-વ્હીલ ખરીદવા માટે 20,000 ની સબસીડી જ્યારે ફોરવ્હીલ ખરીદવા માટે 1,50,000ની સબસીડી આપશે. જે માટે શ્રમિકોએ એપ્લિકેશન મારફતે એપ્લાય કરવાનું રહેશે.

અંબાલાલ પટેલની આગાહી : વિધિવત ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ગુજરાતમાંથી હજુ ચોમાસુ ગયું નથી. ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજથી બેસતા વર્ષની શરૂઆત સુધીમાં અને તે પછી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી 3 દિવસ બાદ રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. જે બાદ ધીરે ધીરે દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાશે.

મોંઘવારી ભથ્થામાં વધારો : કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરીને 31 ટકા કરાયુ છે. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારી આપવાની માગણી કરી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોને કેન્દ્રના ધોરણે 31 ટકા મોંઘવારી ભથ્થું શિક્ષકો સહિત રાજ્યભરના કર્મચારીઓને આપવાની માંગણી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે કરી છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરે તેવી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે.

મતદારયાદીમાં સુધારણા કે નામ નોંધણી શરૂ : ભારતના ચૂંટણી પંચ તરફથી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ-2021 જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિકો તા.01/01/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો તા.01/11/2021 (સોમવાર) થી તા.30/11/2021 (મંગળવાર) સુધીના સમયગાળા દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા કે પછી નામ કે અન્ય વિગતોમાં સુધારો કરી શકે છે.

આ માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કે પછી બુથ લેવલ ઓફિસરોને હકક દાવાઓ રજુ કરી શકશે અને ખાસ ઝુંબેશ રૂપે નવેમ્બર મહિના દરમિયાન તા.14, 21, 27 અને 28મીના રોજ સવારે 10.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી નજીકના મતદાન મથકોએ BLO હાજર રહીને હક્કા દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. 

PM આવાસ યોજનામાં ફેરફાર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે જે મુજબ જો કોઈ લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હોય, તો લાભાર્થી માટે 5 વર્ષ અને તેના પછી પણ અહીં રહેવું ફરજિયાત છે. જો આવું નહિ કરોતો તો સરકાર તમારું મકાન જપ્ત કરી શકે છે અને આ ઉપરાંત આવાસ યોજનામાં મળેલાં ફલેટ્સમાં તમારે ભાડે જ રહેવું પડશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.