આજની 5 નવી અપડેટ: રસીકરણ સજા, અતિવૃષ્ટિ સહાય, વાલીઓને રાહત, રેલવેમાં રાહત વગેરે

વાલીઓ માટે સારા સમાચાર: શાળા કોલેજોની જેમ હવે પ્રિ પ્રાયમરી સ્કૂલની ફી પણ ફી નિયમન કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે જેથી હવે મન ફાવે તેમ ફી વસુલતી પ્રિ પ્રાયમરી સ્કૂલ પણ લગામ લગશે. આગામી 2022થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે, પ્રિ-પ્રાયમરી એક્ટ અમલમાં આવતા પ્રિ-સ્કૂલની ફી ઉપર લગામ લાગશે, પ્લે ગૃપ, નર્સરી માટે સરકારની મંજૂરી લેવી પડશે એટલું જ નહીં FRC નક્કી કરશે એટલી જ ફી લઈ શકાશે.

અતિવૃષ્ટિ સહાય: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકશાન થયું હતું જેને લઈ રાજ્ય સરકારે કૃષિ સહાયની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્યના 4 જિલ્લાઓ જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના 33 હજાર 820 ખેડૂતોને 69 કરોડ 77 લાખ 44 હજારની સહાય ચુકવવામાં આવી છે.

રેલવે મંત્રાલય મોટો નિર્ણય: રેલવે મંત્રાલયે મુસાફરોને મોટી રાહત આપવાની ઘોષણા કરી છે. કોરોનાકાળ દરમિયાન સ્પેશ્યલનું ટેગ લાગવાથી વધેલા ભાડા સાથે દોડતી તમામ ટ્રેનો હવે જુના નામ અને નંબર સાથે જ દોડશે. મંત્રાલયે કહ્યું કે કોરોનાકાળમાં સ્પેશિયલ ટ્રેનમાં બદલાયેલી તમામ ટ્રેનો હવે અગાઉની જેમ જ સામાન્ય રીતે સંચાલિત થશે. તેનાથી આ ટ્રેનોમાં વસૂલાતો સ્પેશ્યલ ચાર્જ ઘટી જશે, જેનાથી ભાડામાં લગભગ ૩૦ ટકા સુધીનો ઘટાડો થશે.

રસી નહીં લેનારને થશે સજા: કોરોનાને કાબુમાં લેનાર રસીકરણ એકમાત્ર રામબાણ ઈલાજ છે. ત્યારે હજી પણ ઘણા લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. જેને લઇને ગુજરાત સરકારે આવા લોકોને સજા આપવાનો નિર્ણય લીધો છે. આ સજામાં રસી નહીં લેનાર લોકોને AMTS, BRTS, કાંકરિયા ઝૂ અને સાબરમતી રિવરફ્રન્ટમાં એન્ટ્રી નહીં આપવાનું નક્કી કરાયું છે. આ પ્રતિબંધ 12 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે.

લીલી પરિક્રમાને લઈને મોટો નિર્ણય: આ વર્ષે લીલી પરિક્રમાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સરકારે કોરોનાને કારણે 400 લોકોને જ મંજૂરી આપી છે પરંતુ 400 લોકોમાં કોને કોને મંજૂરી આપી તેની સ્પષ્ટતા કરાઈ નહોતી અને હવે જૂનાગઢના કલેકટરે માત્ર 400 સાધુ-સંતોને જ મંજૂરી આપી છે. સાધુ-સંતો સિવાયના શ્રદ્ધાળુઓને ગીર અભયારણ્યમાં પ્રવેશ નિષેધ કરાયો છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.