આજના 7 મોટાં સમાચાર: મોંઘવારી ભથ્થું, હવામાન વિભાગ, કોરોના સહાય, 100 કલાક શિક્ષણ, કોરોના વગેરે

મોંઘવારી ભથ્થું વધારો: 7માં પગાર પંચ હેઠળ મોદી સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. અહેવાલ છે કે, મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર વધારો કરી શકે છે. આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મળશે. આ સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં 20 હજાર સુધીનો વધારો થશે.

હવામાન વિભાગની આગાહી: ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધશે, અનેક જિલ્લાઓમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં કોલ્ડવેવનો અનુભવ થઈ શકે છે.

કોરોના સહાય ફટકાર: સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી જીવ ગુમાવનારના પરિવારને વળતર આપવામાં મુદ્દે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે યોજના અને અરજી પ્રક્રિયા અંગે પ્રચાર કરવા માટે પર્યાપ્ત પ્રયાસ નહીં કરવા પર સરકારને આડેહાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એક અઠવાડિયાની અંદર તમામને વળતર મળી જવું જોઈએ.

WHOનું ચોંકાવનારું નિવેદન: દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે WHOનું નિવેદન આવ્યું છે, જે ચિંતા વધારનારું છે. WHOએ અભ્યાસના આધારે કહ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતાં ઝડપથી ફેલાઈ છે. સાથે જ વેક્સિનની અસરને પણ ઓછી કરે છે. બીજી તેનું કહેવું છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓછા ઘાતક છે.

રાજ્યમાં કોરોના બેકાબૂ: રાજ્યમાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત આજે વલસાડમાં કોરોનાને કારણે એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. જેને લઈને કુલ મૃત્યુઆંક વધીને 10,099 થયો છે.

100 કલાક વધુ શિક્ષણ: કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણને લઈને ધોરણ 1 થી 12માં વિદ્યાર્થીઓનો બગડેલો અભ્યાસ રિકવર કરવા શિક્ષણ વિભાગ દ્વારા 100 કલાકનો સમયદાન શૈક્ષણિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એપ્રિલ મહિના સુધી શિક્ષકો નિયત સમય કરતાં વધુ સમય માટે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. આ યજ્ઞમાં 20 લાખ ખાનગી અને સરકાર શિક્ષકો 100 કલાક સ્વૈચ્છિક સમયદાન આપીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.

ઈથેનોલથી ચાલશે વાહનો: કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તમામ કાર ઉત્પાદકોને છ મહિનામાં કારની અંદર ફલેકસી એન્જિન બેસાડવાનો નિર્દેશ આપવામાં આવે છે, ફલેક્સી એન્જિન એટલે કે તેમાં 100 ટકા પેટ્રોલ પૂરી શકાશે અથવા 100 ટકા બાયો-ઈથેનોલ વાપર૫ી શકાશે. તો હવે 100 રૂપિયાના પેટ્રોલને બદલે 60 થી 62 રૂપિયાના ઈથેનોલથી વાહનો ચાલશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.