khissu

આજના (18/11/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : ખેડૂતો માટે ખાસ સુચના, માવઠાની અસરના પગલે માર્કેટ યાર્ડ બંધ...

આજ તારીખ 18/11/2021, ગુરૂવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

રાજ્યમાં મગફળીની ખરીદી પર હવે માવઠાની અસર જોવા મળી રહી છે. જેના લીધે અન્ન અને નાગરિક પુરવઠા નિગમે બે દિવસ માટે મગફળી ખરીદી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ રાજ્યનાં 91 APMC કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. માવઠા બાદ મગફળી ખરીદી શરૂ કરવા માટે જિલ્લા સ્તરે પરિસ્થિતિને આધીન નિર્ણય લેવામાં આવશે.

કપાસ બજારમાં સતત ભાવ ધટાડો જોવા મળી રહ્યો છે હરિયાણા બાજુ કપાસના ભાવ વધ્યા બાદ ગુજરાતમાં પણ કપાસના ભાવ વધવાની શક્યતાઓ સેવાઇ રહી હતી જો કે હાલમાં ભાવમાં ઘટાડો થતા ખેડૂતો અને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

બીજી તરફ ખેતરોમાં કપાસનો પણ તૈયાર પાક લહેરાય રહ્યો છે. જો કમોૈસમી વરસાદ ત્રાટકશે તો સોના જેવા કપાસના પાક પર ઝેર સમાન થશે. આથી જગતનો તાત લોહી પાણી એક કરી તૈયાર કપાસ ઉતારી લેવા કામગીરી કરી રહ્યાં છે. એટલું જ નહીં ખેડૂતો પાસે તૈયાર માલ સાચવવાની પણ પુરતી વ્યવસ્થા ન હોવાથી તૈયાર માલના ખેતરો વચ્ચે અને ફળિયામાં ઢગલાં પડ્યાં છે. જેનો સંગ્રહ કરવામાં પણ સમસ્યા સર્જાઇ રહી છે. એક બાજુ મજૂરોની ઘટ, તૈયાર માલ સાચવવા ગોડાઉનની ઘટ, શિયાળું સિઝનનો પ્રારંભ અને ચોમાસુ પાક તૈયાર થવાના સમયે જ બરોબર માવઠાએ મોકરાણ સજર્તા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

550

2000

કપાસ

635

1649

લાલ ડુંગળી 

106

441

સફેદ ડુંગળી 

110

523

મગફળી 

834

1025

જુવાર 

261

352

બાજરી 

250

611

ઘઉં 

325

513

અ‍ડદ

590

1500

મગ

670

1351

સોયાબીન

1125

1166

ચણા 

600

973

તલ સફેદ 

1980

2311 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1480

1700

ઘઉં 

405

427

જીરું 

2500

3000

રાયડો 

1000

1420

લસણ

250

600

તલ કાળા 

2205

2700

મેથી 

1100

1431

એરંડા

1150

1250

રજકાનું બી

3800

5400

સોયાબીન

1139

1204

રાય

1350

1565

ઈસબગુલ

1650

2250 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1681

ઘઉં 

401

556

જીરું 

2151

2971

એરંડા 

1141

1266

તલ 

1701

2241

ચણા 

751

976

મગફળી ઝીણી 

850

1161

મગફળી જાડી 

820

1196

ડુંગળી 

81

441

સોયાબીન 

1061

1226

ધાણા 

1051

1531

તુવેર 

951

1171

મગ 

1000

1481

મરચા સુકા 

251

2601

ઘઉં ટુકડા 

412

531

શીંગ ફાડા 

1000

1596 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

1670

ઘઉં 

361

436

જીરું 

2200

3055

એરંડા 

 

 

તલ 

2090

2235

બાજરો 

300

430

મગફળી ઝીણી 

1000

1520

મગફળી જાડી 

950

1080

લસણ 

210

790

અજમો 

1410

2460

તલ કાળા 

2000

2685

અડદ 

1260

1440 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં

391

437

અડદ 

411

1343

તલ 

1300

2164

કાળા તલ 

1825

2536

ચણા 

742

908

મગફળી ઝીણી 

800

1264

કપાસ 

1075

1643

જીરું  

2250

3052