khissu

સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને મગફળીમાં નુકસાન? પરીક્ષાની તારીખ બદલાઈ વગેરે માહિતી જાણો ટુંકમાં

ખેડુતોને નુકસાન: દીવાળી પછી રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદશે. પરંતુ હજુ સુધી તેલના સ્ટોકને લઈને રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જો તેલનો સ્ટોક નક્કી થશે તો મગફળીના ભાવમાં ધટાડો થશે અને ખેડુતોને નુક્સાન થશે. તેલના સ્ટોક નક્કી થતાં વેપારીઓ મગફળીના ભાવ ઓછા કરી શકે છે.

જાહેરનામું: થોડા દિવસ બાદ દિવાળી આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. એ મૂજબ વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ઓનલાઇન ફટાકડાના વેંચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે દિવાળીના દીવસે ફકત બે કલાક ફટાકડા ફોડી શકાશે. જેનો સમય રાત્રે 8 થી 10 રાખવામાં આવ્યો છે. જો કે બેસતા વર્ષના દિવસે રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે.

તારીખ બદલાઇ: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા પાછળ ઠાલવી દેવામાં આવી છે. કારણ કે સરકાર દ્વારા યુનિવર્સિટીઓ માં 24 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે.

30 ઑક્ટોબર છેલ્લી તારીખ: 30 ઓકટોબર તારીખ વાહનચાલકો ખાસ નોંધી લેજો, કારણ કે જો તમારા વાહનમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવેલી નહિ હોય તો ચલાન કાપવામાં આવશે. તમામ વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત કરવામાં આવી છે. નંબર પ્લેટમાં એક બારકોડ સ્ટીકર હોય છે જેની મદદથી વાહનની સંપુર્ણ માહિતી મળી જશે.