khissu

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે સારા સમાચાર વગેરે જાણો તમામ માહિતી એક ક્લીકમાં.

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: અમદાવાદ પોલિસ કમિશનર આશિષ ભાટિયા થકી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળી પહેલાં અમદાવાદમાં આંતકી દેહશતને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલિસ કમિશનર આશિષ ભાટિયાએ મલ્ટી પ્લેક્સ, શોપિંગ મોલના એલર્ટ રહેવા કહ્યું છે તેમજ અમદાવાદ પોલીસને ચોકસાઈ પૂર્વક ચેકીંગનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. કારણ કે હાલ જમ્મુ કાશ્મીરમાં આંતકી અથડામણો ચાલી રહી છે જેને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે 546 કરોડનાં પેકેજની ઘોષણા કરી: ગયા મહિને રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે ભૂપેન્દ્ર સરકારે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લાના 22 તાલુકાના 662 ગામોને આવરી લેવામાં આવ્યા છે.  આ પેકેજથી 2.82 લાખ ખેડુતોને લાભ મળશે.

ઓફર મજાની: જૂનાગઢ ગીરનાર પર્વત પર જે રોપ વે છે તેનું સંચાલન ઉષા બ્રેકો કંપનીએ કર્યું છે. જેને 24 ઓકટોબરને રવિવારે એક ઓફર આપી છે. ઓફર જાણે એમ છે કે ગીરનાર, અંબાજી અને પાવાગઢ ત્રણેય સ્થળોએ પ્રવાસ ઉપર આવનારે જો વેક્સિનનાં બંને ડોઝ લીધા હશે તેવા પ્રથમ 100 વ્યક્તિઓને મફતમાં રોપ વે માં સફર કરવા મળશે. સમગ્ર દેશમાં 100 કરોડ વેક્સિનેશન થયું હોવાથી આ ઓફર બહાર પાડવામાં આવી છે.

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે ખુશ ખબર: સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાઓ માટે ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ વિભાગો પાસેથી માહીતી મંગાવી છે. સાથે જ ભરતી પણ કરવામાં આવશે.તેમજ ખાલી પડેલી જગ્યાઓ માટે તત્કાલ ભરતી કરવામાં આવશે.

પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે: પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે દેશના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ એકાએક નવી ઉંચાઈઓ પર પહોંચી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ વિશ્વના પ્રમુખ ઓઇલ કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજી હતી. લોકોને આશા છે કે આ બેઠકથી પેટ્રોલ ડીઝલના ભાવ નીચે લાવવા સમાધાન આવશે. બેઠકની અંદર રશિયાનાં રાજનેફ્ટનાં CEO, બ્રિટિશ પેટ્રોલિયમના CEO વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.