khissu

ખેડૂતો માટે રાહતના સમાચાર, ખાતરના ભાવમાં વધારો?, WHO એ આપ્યા દુઃખદ સમાચાર, જાણો આજના મુખ્ય સમાચાર એક ક્લિકમાં

અંબાલાલ પટેલની ભયાનક આગહી: રાજયમાં હાલ એવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક જોવા મળી રહી છે, તો બીજી બાજુ બપોરના સમયે કાળો તડકો પડી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અંબાલાલ પટેલ બે દિવસ રાજયમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બે દિવસ પવનવાહક નક્ષત્ર યોગના લીધે વાવાઝોડા ની શક્યતા વધી છે.

ખેડુતો માટે રાહતના સમાચાર: ખાતરના ભાવ વધારા પર ઘણા સમયથી ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ગુજકોમસોલા નાં ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા અંગે સપષ્ટતા કરી છે કે ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પણ સબસીડી વધારી દેવામાં આવી છે. DAP ખાતર પર સબસીડી 1200 માંથી વધારીને 1600 કરી છે અને NPK નો ભાવ 1700 થી ઘટાડીને 1450 કરાયો છે. છતાં જો કોઇ જગ્યાએ ખાતર મોંઘુ મળે તો સરકારનો સંપર્ક કરવો તેમ ગુજકોમાસોલા માં ચેરમેન કહ્યું છે.

પૂર્વ પીએમ મનમોહન સિંહનાં મોતના સમાચાર: ભારત દેશના પ્રધાનમંત્રી રહી ચૂકેલા મનમોહન સિંહનાં નિધનના સમાચાર ફેલાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો હોસ્પિટલમાં બેડ પર પડેલા પૂર્વ પીએમની તસવીર શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જો કે આ સમાચાર તદ્દન ખોટા છે કે મનમોહન સિંહનુ નિધન થયું છે. બુધવારે તેમની તબિયત લથડતાં AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દુઃખદ સમાચાર: WHO એ ગઈકાલે ચોંકાવનારો રિપોર્ટ સમગ્ર દુનિયા સામે રજુ કર્યો છે.જેમાં કહેવામા આવ્યું કે સમગ્ર વિશ્વમાં ગત 1 દાયકામાં ટીબીને કારણે મૃત્યુમાં વધારો થયો છે. કોરોના નાં કારણે ટીબીને અંકુશમાં લેવામાં ઘણા અવરોધો નડ્યા હતા. જેના કારણે ગત વર્ષે ટીબીને કારણે મોટી સંખ્યામાં ટીબીનાં દર્દીઓના મોત થયા હતા. સાથે જ આ વર્ષે પણ 2021-22 દરમિયાન ટીબીનાં કારણે મૃત્યુ નુ પ્રમાણ ઊંચું રહેશે તેવી ભિતી વ્યક્ત WHO એ કરી છે.

ચોમાસાની વિદાય: ચોમાસાની સત્તાવાર વિદાઈ થઈ ગઈ છે. એવું હવામાન સૂત્રોનું કહેવું છે. આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ વખતે ઠંડીનો પારો ઉંચો રહેશે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.