khissu

ગુજરાતના ખેડૂતોને રાહત, મળશે 3 લાખ રૂપિયા, નવી ગાઈડલાઇન જાહેર, જાણો તમામ વિગતો ટુંકમાં

રેકોર્ડ બ્રેક આવક: ગુજરાતમાં ભાદરવા મહીને અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેથી કૃષિપાક નુ ચિત્ર બદલાય ગયુ છે. જેની સીધી અસર મગફળીના પાક પર જોવા મળી છે. મગફળીની ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આવક 33.44 લાખ ટનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. આ અંદાજ ગુજરાત સ્ટેટ અડીબલ ઓઈલસ એન્ડ ઓઇલ સિડ્સ એસોસિયેશન દ્વારા લગાવવામાં આવ્યો છે.

3 લાખ રૂપિયા મળશે: જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો એસબીઆઇ તમને આ કાર્ડ ઉપર ન્યૂનતમ વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. આ સ્કીમનો લાભ લેવા માટે YONO એપ્લિકેશન ડાઉનલોડ કરી કૃષિ પ્લેટફોર્મ પર અરજી કરી શકો છો.

ઈદ એ મિલાદ તહેવાર પર નવી ગાઈડલાઈન: ગુજરાત સરકારે ઈદ એ મિલાદ નાં તહેવાર પર નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે અંતર્ગત આ તહેવાર માં 15 વ્યકિત અને એક વાહનની છૂટ આપવામાં આવી છે. ઈદ એ મિલાદ તહેવાર હવે તમે રાત્રે નહિ ઉજવી શકો, ફકત દિવસે જ આયોજન કરવામાં આવશે. તેમજ જુલૂસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે બીજા કોઈ વિસ્તારમાં નહી ફરી શકે. આ જુલૂસ દરમીયાન કોવિડ 19 ની ગાઈડલાઈન નુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

મોંઘવારી: આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ મોંઘુ થતાં ઘરેલૂ બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ નવી ઉંચાઇ આંબી રહ્યા છે. ઓઇલના ભાવ વધતાં મોઘવારી સાતમા આસમાને પહોંચી છે. ઇંઘણના ભાવમાં વધારાના સિલસિલો અટકવાનું નામ લેતું નથી. આ સાથે જ દિલ્હીમાં હવે પેટ્રોલ 105.84 પ્રતિ લીટર થયો છે. ડીઝલ પર પણ 35 પૈસા વધાર્યા છે. હવે ડીઝલના ભાવ 94.57 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો.

ગુજરાતના ખેડૂતોને રાહત: હાલ પાક નુકશાની નાં સર્વેનુ કામ રાજ્યના અમુક જિલ્લાઓમાં શરૂ છે. ત્યારે રાજ્ય સરકારની વીઘા દીઠ 20 હજાર ચૂકવવાની વિચારણા છે જો ખાતા દીઠ સહાય આપવામાં આવે તો ખેડૂત ખાતાદીઠ 30 થી 35 હજારની સહાય મળી શકે તેવો અંદાજ છે. વાવાઝોડા અને અતિવૃષ્ટિ નાં કારણે ગુજરાતના કેટલાય ખેડૂતોના ઊભા પાકને ધોઈ નાખ્યા છે. પરિણામે ખેડૂત સરકાર પાસેથી મોટી રાહત મળે તેવી આશા રાખીને બેઠો છે.

દીવાળી ઉપર બસો બંધ: st બસ વિભાગ એક બાજુ દિવાળી પર વધુ બસો દોડાવવાનું આયોજન કરી રહ્યું છે ક્યારે બીજી બાજુ ST વર્કર ફેડરેશન મજૂર મહાજન દ્વારા પોતાની પડતર માંગોને લઈને આંદોલન કરશે એવું કહી રહ્યા છે. લોકોને દિવાળી પર ભારે હાલાકી થઈ શકે છે.