khissu

માવઠા પછી કેવા રહેશે કપાસના ભાવ? જાણો સર્વે તેમજ બજાર ભાવ

ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે કપાસ સહિત ડુંગળી, મગફળી વગેરે પાકોને ભારે નુક્સાન થયું છે. માવઠાને કારણે કપાસની આવકો માર્કેટ યાર્ડમાં ઘટી હોવાનું જણાય રહ્યુ છે ત્યારે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ સારું થયું છે. જેથી ખેડૂતોને કપાસનાં ભાવ સારા એવા મળી રહ્યા છે. ખેડૂતોને કપાસના ભાવ 900-1500 સુધી બજાર ભાવ મળી રહ્યા છે. જે ગયા વર્ષની સરખામણીએ વધુ છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાન થયુ છે. ગુજરાતમાં બુધવારે ૧૫૦થી વધુ તાલુકા અને ગુરૂવારે પણ ૫૦થી વધુ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી હજી ૨૪-૪૮ કલાક વરસાદની છે, પંરતુ વરસાદની મોટી માત્રા હવે ઘટી ગઈ છે અને શુક્રવારથી વાતાવરણ તબક્કાવાર ખુલ્લુ થવા લાગે તેવી સંભાવનાં એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે.ગુજરાતમાં તાજેતરનાં કમોસમી વરસાદથી ખેતીનાં પાકને આંશિક નુકસાન છે. ખેતરમાં ઉભેલા કપાસ અને વાવેતરમાં રાયડો, ચણા, ધાણા કે જીરૂ જેમને બહુ વહેલા વાવેતર કર્યાછે તેને અસર થઈ શકે છે. આ તરફ યાર્ડોમાં ખુલ્લામાં પડેલા માલને પણ નુકસાન થઈ શકે છે.

કપાસનુ ઉત્પાદન ઓછુ છે તેથી હાલ કપાસના ભાવ સારા મળી રહ્યા છે અને કપાસના ઓછા ઉત્પાદનના પગલે ભાવ જળવાય રહે તેવી શકયતા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન ઓછુ થયુ છે તેથી ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે પરંતુ કપાસના ભાવ સારા મળતા ખેડૂતોને થોડી રાહત થઈ છે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

કોરોના મહામારીમાં ખેડૂતોને અનેક રીતે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. વાવાઝોડાના અસર ના કારણે ખેડૂતો દુઃખી થયા હતા. નિરાશાજનક વાતાવરણમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડના કપાસનો ભાવ મણ દીઠ 1780 પર પહોંચ્યો છે.ત્યારે હાલ જે પ્રમાણે કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે હાલ શક્યતા સેવાઇ રહી છે કે, આવતા વર્ષે ખેડૂતો ગત વર્ષની સરખામણીએ તેમજ ચાલુ વર્ષની સરખામણીએ આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો થયો છે.

કપાસના ભાવો:

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1650 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બગસરા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1740 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ ગઈકાલના 02 ડીસેમ્બર 2021 ને ગુરુવારના ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1450

1738

અમરેલી 

900

1695

માણાવદર 

1351

1696

વાંકાનેર 

950

1683

બગસરા 

1050

1740

ગોંડલ 

901

1686

જસદણ 

1050

1710

બાબરા 

1400

1705

જામનગર 

1350

1690

વાંકાનેર 

950

1683

હળવદ 

1300

1689

જુનાગઢ 

1400

1632

ધનસુરા 

1500

1640

ગોજારીયા 

1350

1665

કડી 

1500

1665

થરા 

1450

1665

સતલાસણા 

1470

1680