khissu

આજે કપાસના ભાવ 1500 ની સપાટીએ પહોંચ્યા, જાણો કયા યાર્ડમાં છે આટલો ભાવ ?

પેદાશોના સતત ઘટતાં જતાં ભાવથી ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના 56 લાખ જેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી પણ નીચા ભાવો આજે ખેડૂતોને મળી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ ખેત પેદાશો ખરીદવા માટે ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ તે પણ સમયસર થતાં નથી. ટેકાના જે ભાવો જાહેર થયા છે તે પણ નીચા હોવાનો સૂર ખેડૂત આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.

ખેતીમાં બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલના ભાવોમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યું છે. અત્યારે ખેડૂતોના કપાસના ભાવ 20 કિલોએ 1200થી 1300, સોયાબીનના 900થી 925, રાયડાના 1,000થી 1,050, દિવેલાના ભાવ 1100 આસપાસ મળી રહ્યા છે. આ ઉપરાંત રવી પાક ઘઉ, ચણા, ધાણા, મકાઈના ભાવ પણ સતત ઘટતા જાય છે, જેના કારણે ખેડૂતોનું ટેન્શન વધ્યું છે.

ખેડૂત આગેવાનો કહે છે કે, આજે ખેડૂતો પોષણક્ષમ ભાવના અભાવે દેવાદાર બની રહ્યા છે. કેન્દ્ર સરકાર જનતાને વાજબી ભાવે ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે નિકાસબંધી જાહેર કરે છે, જોકે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે, ખેત પેદાશોની નિકાસબંધીની સીધી અસર ખેડૂતોની રોજગારી પર પડી રહી છે. ઘઉં અને ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ ખાદ્ય તેલ વગેરેની આયાતની છૂટથી વિદેશથી બેરોકટોક આયાતો થઈ રહી છે, જેના કારણે ઘર આંગણાની ખેત પેદાશોના ભાવ પણ ખૂબ નીચા થઈ રહ્યા છે. એકંદરે સરકારે ખેડૂતલક્ષી નીતિ અપનાવવી જોઈએ, તેવી માગણી ખેડૂત આગેવાનો કરી રહ્યા છે. 

તા. 10/01/2024, બુધવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11751508
અમરેલી9921445
સાવરકુંડલા12001471
જસદણ10501425
બોટાદ11801485
મહુવા8021382
કાલાવડ13001476
જામજોધપુર11001481
ભાવનગર11651417
જામનગર10001500
બાબરા11001460
જેતપુર11111456
વાંકાનેર11001485
મોરબી12011471
રાજુલા10001417
હળવદ12011458
વિસાવદર11351451
તળાજા10511437
બગસરા10501500
જુનાગઢ10001322
ઉપલેટા12001470
માણાવદર11901590
ધોરાજી10361436
વિછીયા11601430
ધારી10161427
લાલપુર13641475
ધ્રોલ11901451
પાલીતાણા10501425
સાયલા13241459
હારીજ12001443
ધનસૂરા10001400
વિસનગર12001469
વિજાપુર10001464
કુકરવાડા12901448
ગોજારીયા14201423
હિંમતનગર13211455
માણસા11001448
કડી12011431
મોડાસા13001345
પાટણ12401479
તલોદ13551440
સિધ્ધપુર12501466
ડોળાસા11051435
વડાલી13651485
ટિંટોઇ12501419
દીયોદર13001408
બેચરાજી12001380
ગઢડા12201441
ઢસા12251408
કપડવંજ8001000
અંજાર13501470
વીરમગામ12511423
ચાણસ્મા11111400
ઉનાવા11001471
શિહોરી10781400
ઇકબાલગઢ11501404
સતલાસણા12501395
આંબલિયાસણ7251411