khissu

નકકી ખેડૂતોની દિવાળી બગડશે, કપાસના ભાવમાં મંદીનો માહોલ આવી ગયો, જાણો ભાવ આજના

1 લી ઓક્ટોબર, 2023થી કપાસની સીઝન 2023-24 શરુ થઇ ગઈ છે. ભારતીય કપાસ નિગમે કપાસમાં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 72 ખરીદ કેંદ્રો ખોલ્યા છે, ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર (MSP Rates), નજીકના ખરીદ કેંદ્રો વગેરે વિષેની વિશેની વધુ વિગતો માટે, ખેડૂતો ભારતીય કપાસ નિગમની (CCI) વેબસાઈટ www.cotcorp.org.in જોઈ શકે છે અથવા મોબાઈલ એપ્લિકેશન 'કોટ-એલી' ડાઉનલોડ કરી શકે છે.

હાલમાં મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)થી ઉપર પ્રવર્તે છે, જયારે પણ કપાસના દર ન્યૂનતમ ટેકાના ભાવ ને સ્પર્શે ત્યારે સીસીઆઇ દ્વારા ખેડૂતો પાસેથી ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદ કેંદ્રો પર પૂરતી વ્યવસ્થા કરી રાખેલ છે. વધુમાં સીસીઆઇ કપાસના તમામ ખેડૂતોને ખાતરી આપે છે કે જયારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ના સ્તરને સ્પર્શે ત્યારે તે ટેકાના ભાવ પર કપાસની ખરીદી માટે ખરીદ કેન્દ્રો પર હાજર રહેશે.

સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતા યાર્ડના ખુલ્લા બજારમાં ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવ મળતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની મબલખ આવક થઈ છે. મગફળીથી યાર્ડ ઉભરાતા બે દિવસ આવક બંધ રાખ્યા બાદ ફરી શરૂ કરતાં 55000 ગુણી મગફળી આજે ઠલવાઈ હતી. જ્યારે 33,000 મણ કપાસ અને 23000 મણ જેટલા સોયાબીનની આવક થતા યાર્ડ ઉભરાયું હતું.

કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જીણી અને જાડી મગફળીની કુલ 16500 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં જાડી મગફળીની આવક 10000 ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ 1160 થી 1380 અને જીણી મગફળીની આવક 6500 ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ 1140થી 1440 રૂૂપિયા મણના બોલાયા હતા. આ ઉપરાંત યાર્ડમાં સોયાબીનની પણ આવક પુષ્કળ પ્રમાણમાં થઈ હતી. સોયાબીનની આવક 4500 ક્વિન્ટલ થઈ હતી. સોયાબીનનો ભાવ 900થી 980 રૂૂપિયા મણનો બોલાયો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ યાર્ડમાં 3100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક માર્કેટ યાર્ડમાં થઈ છે.જ્યારે ટુકડા ઘઉંના ભાવ 528થી 624 રૂૂપિયા બોલાયા હતા.જ્યારે લોકવન ઘઉંની આવક 450 ક્વિન્ટલ થઈ છે.જ્યારે લોકવન ઘઉંનો ભાવ 519 થી 575 રૂપિયા બોલાયો હતો

કપાસના બજાર ભાવ

08/11/2023, બુધવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ13001515
અમરેલી10001478
સાવરકુંડલા13501470
જસદણ13251520
બોટાદ13701521
મહુવા13411414
ગોંડલ10001491
કાલાવડ13001502
જામજોધપુર13711486
ભાવનગર13721415
જામનગર12001485
બાબરા13651525
જેતપુર13311521
વાંકાનેર13001522
મોરબી13001518
રાજુલા13001482
હળવદ12511525
વિસાવદર13501456
બગસરા13001475
જુનાગઢ12751436
ઉપલેટા13401475
માણાવદર13001500
ધોરાજી13461446
વિછીયા13301410
ભેંસાણ12001510
ધારી12501505
લાલપુર13861460
ખંભાળિયા13251442
ધ્રોલ13001468
દશાડાપાટડી13951410
પાલીતાણા13501410
સાયલા13501480
હારીજ13601451
ધનસૂરા12001360
વિસનગર12501464
વિજાપુર12001495
કુકરવાડા12101443
ગોજારીયા12501432
હિંમતનગર12611444
માણસા13501426
કડી13511500
મોડાસા13001360
પાટણ13001452
થરા12501410
તલોદ13661405
ડોળાસા13951470
બેચરાજી13401425
ગઢડા13001500
ઢસા13501431
કપડવંજ12501300
ધંધુકા13801459
રાધનપુર13661405
ચાણસ્મા12021448
ખેડબ્રહ્મા14111445
શિહોરી12901440
ઇકબાલગઢ13001397
સતલાસણા13601390
આંબલિયાસણ13001427