khissu

કપાસના ભાવમાં થયો આટલો વધારો, કપાસ હોય તો જાણી લો આજના બજાર ભાવ

આ વર્ષે કપાસ વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થઇ, વાવેતર ૨૫.૫૦ હેકટર વિસ્તારમાં થયું હતું. અડધા સપ્ટેમ્બર સુધી વરસાદ પુરો દોઢ મહિનો ખેંચાયો હતો, એટલે પિયત આપેલ કપાસનાં દરેક ખેતરની ઓર રંગત હતી, એવું એ સમયે ખેડૂતો કહેતા હતા. પહેલી કઢણાઇ સપ્ટેમ્બર અંત પછીનાં વરસાદે ઉભી કરી હતી. આશાસ્પદ પાકનું ચિત્ર રોળાઇ ગયું હતું. બીજી કઢણાઇ દિવાળી પછી ઉભા રહેલા કપાસમાં ગુલાબી ઇયળે કરી છે.

હાલ લાલ સમુદ્ર પરનાં આંતકવાદી હુમલાઓને કારણે કોટન નિકાસનો સોર્ટકટ દરિયાઇ માર્ગ બંધ થયો છે. બીજી તરફ સ્ટીમ્બરોનાં ભાડામાં ૩ થી ૫ ગણો ભાવ વધારો થયો છે, તેથી યુરોપ અને અમેરિકા તરફ કોટન યાર્ન કે તૈયાર કપડાની નિકાસનો વહિવટ અઘરો બની રહ્યોં છે. કપાસ માટે એક નવી કઢણાઇ ઉભી થઇ છે.

સરકારે અને કોટન સંસ્થાઓએ એની મતી મુજબ કોટન પાકનાં અંદાજો ૩૦૦ લાખ ગાંસડી આસપાસનાં મુક્યા છે. ગુજરાતનાં કોઇ ખેતરમાં આ વર્ષે ગત વર્ષ જેવો કપાસ પાકનો ઝલઝલો જોવા મળ્યો નથી. આ વર્ષે ગુજરાતની જેમ પંજાબ, હરિયાળા અને રાજસ્થાનનાં કપાસમાં પણ ગુલાબી ઇયળની ઝફા જોવા મળી છે. ગત વર્ષે પાકેલ 
કપાસમાં ખેડૂતોની પ્રતિ ૨૦ કિલોનાં રૂ.૨૦૦૦ ભાવ લેવાની જીદ હતી, એટલે મજબૂત ખેડૂતની જ નહીં, સામાન્ય ખેડૂતનાં ઘરમાં પણ કપાસ સંગ્રાહાયેલ પડ્યો હતો. 


આ વર્ષે સરકારે કપાસમાં ટેકાનો ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૧૪૦૪ જાહેર કરેલ છે. સરકાર પક્ષેથી ટેકાનાં ભાવે ખરીદી કરવા માટે સીસીઆઇ સજ્જ થઇ ગઇ છે, પરંતુ ગુજરાતમાંથ ખેડૂતોનાં કપાસની એવી નોંધનીય ખરીદી હજુ સુધી થઇ નથી. સૌથી મોટી એટલે કે ૧૧ લાખ ગાંસડી રૂનો કપાસ તેલંગણામાંથી સીસીઆઇ દ્રારા ખરીદ કરાયેલ છે.

અત્યાર સુધી દેશમાંથી સીસીઆઇએ ૧૬ લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ્યોં છે. અત્યારે દેશની બજારોમાં કપાસની આવકો વધી રહી છે. ત્યારે એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે કે શું ૨૯૫ લાખ ગાંસડી કરતાં વધું કપાસનું ઉત્પાદન થયું હશે ? આધારભૂત આંકડા કહે છે કે ગત વર્ષે આ સમયે ૮૮ લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં આવી ગયો 
હતો, તેની સામે આ વખતે ૧૨૨ લાખ ગાંસડીનો કપાસ બજારમાં વેચાઇ ચૂક્યો છે. ગત વર્ષે આ સમયે ૪.૫૦ લાખ ગાંસડી આયાત થઇ હતી, તે આ વર્ષે ૩.૨૫ લાખ ગાંસડીની આયાત છે. એ રીતે ગત વર્ષે ૨ લાખ ગાંસડી નિકાસ સામે ચાલું વર્ષે ૫.૭૫ લાખ ગાંસડીની નિકાસ થઇ છે.

કોટનમાં બીટી ટેકનોલોજી આવ્યાને બે દશકાનો સમય પુરો થઇ ગયો છે. બીટી કપાસ બીજ આવ્યા, એ વર્ષોમાં ખેડૂતોએ ૧૬ ગુંઠાનાં વીઘા દીઠ ૪૦ થી ૪૫ મણ સુધીનાં ઉતારા લીધાનાં દાખલા નોંધાયા હતા. સમય જતાં સીંગલ બીટીમાંથી ડબલ બીટી કપાસ (2G કોટન બીજ) આવ્યો, ત્યારે સરકારે એને મંજુરી આપી દીધી હતી, પણ પછીથી 3G, 4G અને 5G કોટન બીજની વાતો સંભળાય છે અને એવા બીજ વવાય છે, પણ આ બધું પાછલે બારણે. સતત દેશમાં કપાસની ઉત્પાદક્તા ચિંતાજનક રીતે ઘટી રહી છે, ત્યારે બીટી કોટન બીજ ટેકનોલોજીમાં કંઇ નવું અપડેટ આવ્યું નથ

તા. 09/01/2024, મંગળવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11901490
અમરેલી9901441
સાવરકુંડલા11511461
જસદણ11001425
બોટાદ11501484
મહુવા10001393
ગોંડલ10011466
કાલાવડ13001450
જામજોધપુર11751481
જામનગર10001480
બાબરા11101480
જેતપુર10501448
વાંકાનેર11001481
મોરબી12501480
રાજુલા10001410
હળવદ12011461
વિસાવદર11301446
તળાજા11051438
બગસરા10501480
જુનાગઢ10001390
ઉપલેટા12001455
માણાવદર11751555
ધોરાજી11311451
વિછીયા11401415
ભેંસાણ12001490
ધારી10001452
લાલપુર13581471
ખંભાળિયા13501438
ધ્રોલ11781451
પાલીતાણા11001410
સાયલા13241470
હારીજ13301454
ધનસૂરા11001400
વિસનગર12001466
વિજાપુર10001463
કુકરવાડા12601444
ગોજારીયા11001139
હિંમતનગર13111458
માણસા11251445
કડી12311428
મોડાસા13001352
પાટણ12351475
થરા14001430
તલોદ13511441
સિધ્ધપુર12001467
ડોળાસા11001435
વડાલી13651483
ટિંટોઇ12501418
દીયોદર13501410
બેચરાજી12001380
ગઢડા12001422
ઢસા12201405
કપડવંજ8001000
અંજાર13501469
ધંધુકા9521448
વીરમગામ12181411
જાદર14001445
ચાણસ્મા12901396
ખેડબ્રહ્મા13001421
ઉનાવા11001467
શિહોરી11001400
લાખાણી13001371
ઇકબાલગઢ11501430
સતલાસણા11751395
આંબલિયાસણ8001390