khissu

ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો: શું હવે ભાવ વધશે ? જાણો આજના ડુંગળીનાં ભાવ

ડુંગળીની આવકો વધવાની સામે ઘરાકી ન હોવાથી બજારમાં નરમાઈ હતીઅને બે દિવસમાં ગુજરાતનાં બજારોમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૫૦થી ૭૦નો ઘટાડો  થઈ ચૂક્યો હતો.

આગામી  દિવસોમાં જો સરકાર નિકાસબંધી હટાવશે નહીં તો બજારમાં તેજી થવી મુશ્કેલ છે. નાફેડ અને એનસીસીએફ દ્વારા ગુજરાતમાંથી ડુંગળીની બજાર ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે.

પંરતુ હજી સુધી કોઈ ઊંચા ભાવથી ખાસ કોઈ ખરીદી થઈ હોય તેવા સમાચાર મળતા નથી. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા આવી શકે છે. સારી ડુંગળીનો ભાવ રૂ.૩૫૦ની અંદર આવી જાય તેવી ધારણાં છે,

જે હાલમાં રૂ.૩૮૦થી ૪૧૦ વચ્ચેક્વોટ થાય છે. મહુવામાં લાલ ડુંગળીની ૫૫ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૧૦૦થી ૪૧૧ હતા. સફેદમાં ૧૫ હજાર થેલીના વેપારો હતા અને ભાવ રૂ.૨૦૦થી ૪૧૮ હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીનાં આજે ૨૭થી ૨૮ હજાર ક્ટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૬૧થી ૩૮૧નાં હતાં. જ્યારે સફેદમાં ભાવ રૂ.૧૯૧થી ૪૧૧ હતાં. રાજકોટમાં ડુંગળીનાં ૧૫ હજાર કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૫૦થી ૩૮૦ના હતાં.

ડુંગળી લાલના બજાર ભાવ (22/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ151380
મહુવા100412
ભાવનગર110417
ગોંડલ61381
જેતપુર71351
વિસાવદર165281
ધોરાજી51336
અમરેલી120360
મોરબી200400
અમદાવાદ200440
દાહોદ200600

ડુંગળી સફેદના બજાર ભાવ (22/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ગોંડલ191441
મહુવા 200411