khissu

ડુંગળીએ તો ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા, માર્કેટમાં ડુંગળીના ભાવ પાણીમાં બેસ્યા

રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકડવતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખેડૂતોને પોષણશ્રમ ભાવનો અભાવ છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની જોરદાર આવક થઇ રહી છે, છતાં પણ ખેડૂતોને પોષણશ્રમ ભાવ નથી મળી રહ્યાં, આ વાતને લઇને ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકો થઇ રહી છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે, છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઇ ગયું છે. આજે યાર્ડમાં અઢી થી ત્રણ લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ પાંચથી આઠ રૂપિયાનો જ ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણશ્રમ ભાવ નહીં મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે. રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર-

છેલ્લા દસ દિવસથી ખરીફ પાકની આવક વધી રહી છે. દરરોજ 15,000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે સમીક્ષા બેઠક યોજશે.

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીને ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી હતી. જે દેશોને ડુંગળીની ખૂબ જ જરૂર છે, તેમને ભારત સરકારની મંજૂરી લીધા બાદ તેની નિકાસ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.

ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે રાહત દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. જેથી સામાન્ય જનતાને થોડી રાહત મળી શકે. નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તો પણ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રાહત દરે વેચાણ ચાલુ રહેશે.

અત્યાર સુધીમાં સરકારે 25,000 ટન ડુંગળીની ખરીદી કરી છે અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને તેની સંલગ્ન સમિતિઓ સંયુક્ત રીતે છૂટક દુકાનો અને મોબાઈલ વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચી રહી છે.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 25/01/2024 Onion Apmc Rate):

તા. 24/01/2024, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ75305
મહુવા100288
ભાવનગર130282
ગોંડલ66276
જેતપુર41241
વિસાવદર125231
જસદણ270271
તળાજા80162
ધોરાજી51266
અમરેલી100300
મોરબી200400
અમદાવાદ140300
દાહોદ60400
વડોદરા100400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 25/01/2024 Onion Apmc Rate):

તા. 24/01/2024, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

ભાવનગર195274
મહુવા222301
ગોંડલ180256
તળાજા230254