khissu

સોના ચાંદીના ભાવમાં કડાકો! જાણો દિવાળી પહેલા Gold Silver price

ગુજરાતનાં અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹ 5,405 અને 24 કેરેટ સોના માટે ₹ 5,896 પ્રતિ ગ્રામ છે. 6 ઓક્ટોબર પછી સોનાનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આંતર રાષ્ટ્રીય સ્તરે સોનાનાં ભાવ:- ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષમાં વધતા તણાવને કારણે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹1497નો ઇન્ટ્રાડે વધારો નોંધાયો હતો, જે 13મી માર્ચ 2023 પછીના શેરબજારમાં સૌથી મોટો વધારો છે. 

છેલ્લે 13મી માર્ચ 2023ના રોજ, પીળી ધાતુ MCX પર કિંમત ₹1,492 પ્રતિ 10 ગ્રામ વધી હતી. MCX પર ડિસેમ્બર એક્સપાયરી માટેનો ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ શુક્રવારે 2.58 ટકા વધીને ₹59,415 પ્રતિ 10 ગ્રામ સ્તરે સમાપ્ત થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $1,932.40 પ્રતિ ઔંસના સ્તરે પહોંચી હતી. શુક્રવારે ઇન્ટ્રાડેમાં $63 ડોલર પ્રતિ ઔંસ અથવા 3.41 ટકાનો વધારો નોંધાયો હતો.

અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ ₹72.60 પ્રતિ ગ્રામ અને ₹72,600 પ્રતિ કિલોગ્રામ છે. આજે અમદાવાદમાં પ્રતિ ગ્રામ/કિલો ચાંદીના ભાવ (INR) ગઈકાલે જેટલો જ રહ્યો છે. કોઈ ફેરફાર થયો નથી.

ચાંદી ના ભાવની માહિતી:- ગયા સપ્તાહના છેલ્લા સત્રમાં ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.  MCX પર ચાંદીના ભાવ ₹2,294 પ્રતિ કિલો અથવા 3.32 ટકા વધીને ₹71,367 પ્રતિ કિલોના સ્તરે બંધ થયા હતા.  આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ 4 ટકાથી વધુ વધીને 22.70 પ્રતિ ઔંસના સ્તરે બંધ થયા છે.