khissu

દિવાળી આવે તે પહેલાં આવી સોના ચાંદીના ભાવને લઈને ખુશ ખબર, જાણો આજના ભાવો

અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ ₹74.10 પ્રતિ ગ્રામ અને ₹74,100 પ્રતિ કિલોગ્રામ છે. અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹ 5,515 અને 24 કેરેટ સોના માટે ₹ 6,016 પ્રતિ ગ્રામ છે. ગઈ કાલની સાપેક્ષમાં સોનામાં 340 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આજે, મંગળવાર, ઑક્ટોબર 17, 2023, બુલિયન માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ ચાલુ છે. 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એટલે કે સોનું સસ્તું થયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તે પણ કેટલાક દિવસોથી સતત વધી રહી હતા પરંતુ આજે તેના ભાવ સ્થિર છે.

વાયદાના વેપારમાં સોનાની કિંમત? આજે વાયદાના વેપારમાં સોનાની કિંમત 393 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 59,015 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ડિસેમ્બર ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 13,848 લોટના બિઝનેસ ટર્નઓવર પર રૂ.393 અથવા 0.66 ટકા ઘટીને રૂ.59,015 પ્રતિ 10 ગ્રામ થયું હતું.

વાયદાના વેપારમાં ચાંદીના ભાવો? સોમવારે ચાંદીના વાયદાનો ભાવ રૂ.367 ઘટી રૂ.70,920 પ્રતિ કિલોગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ 20,568 લોટના ટર્નઓવર સાથે રૂ.367 અથવા 0.51 ટકાના ઘટાડા સાથે રૂ. 70,920 પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા.