khissu

બે દિવસના ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીએ વધારા સાથે હાજા ગગડાવી નાખ્યાં, જાણો આજના નવા ભાવ

Gold price today: સોના-ચાંદીમાં સતત બે દિવસના ઘટાડા બાદ ભાવ ફરી વધવા લાગ્યા છે. એવું માનવામાં આવે છે કે આ ટ્રેન્ડ આજે પણ ચાલુ રહેશે. કિંમતો બદલાતા હોવાથી અમે તમને માહિતગાર રાખીશું. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સોનું રૂ. 410 વધીને રૂ. 72,610 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

અમદાવાદની વાત કરીએ તો આજે 25 એપ્રિલે 24 કેરેટ સોનાની કિંમત્ત એક તોલું 74,135 રૂપિયામાં મળી રહ્યું છે. ગઈકાલ કરતાં આજે ભાવમાં વધારો આવતા લોકોમાં પણ દુખની લાગણી જોવા મળી રહી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે ચાંદીની કિંમત પણ 250 રૂપિયા વધીને 83,750 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તેની અગાઉની બંધ કિંમત 85,500 રૂપિયા પ્રતિ કિલો હતી.

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,322 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં 12 ડોલર વધુ મજબૂત છે. ચાંદી પણ 27.10 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી.