khissu

આજે કપાસના ભાવો 1600ની સપાટીએ, રૂની આવક વધતા ભાવ વધશે કે ઘટશે?

નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતમાં નવા કપાસની આવકો છે એ ધીમે ધીમે વધી રહી છે ત્યારે આજે કપાસનો ઊંચો ભાવ બાબરામાં ₹1,600 બોલાયો છે. એ સિવાય ગુજરાતની બધી માર્કેટિંગ યાર્ડ ની અંદર 1600 થી અંદર ભાવો રહ્યા છે. ગુજરાતમાં એવરેજ ભાવોની વાત કરવામાં આવે તો 1490 રૂપિયાથી લઈને 1570ની વચ્ચે અલગ અલગ માર્કેટયાર્ડમાં કપાસ છે એ વેચાય રહ્યો છે.

ગઈકાલે સૌરાષ્ટ્રની અગ્રણી માર્કેટિંગ યાર્ડ ની અંદર 1.85 લાખ મણ કપાસની આવક થઈ હતી. જેમાં સૌથી વધારે ઊંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડ ની અંદર જોવા મળ્યો હતો. બાબરા માર્કેટ યાર્ડમાં ઊંચો ભાવ 1600 રૂપિયા બોલાયો હતો. જ્યારે રાજકોટ યાર્ડમાં પણ નવા કપાસની આવક થઈ રહી છે ત્યાં એ ગ્રેડ કપાસનો ભાવ 1470 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી બોલાય રહ્યો છે.

રૂની બજારમાં ઘટાડો થતાં કપાસના ભાવમાં ઘટાડો નોંધાશે:- દેશમાં રૂની 77 હજાર ગાંસડીની આવક થઈ છે એટલે કે 170 કિલો રૂની આવક થઈ છે અલગ અલગ રાજ્યો માંથી. જે આવકને કારણે રૂની બજારોમાં ઘટાડો થશે જેમને કારણે કપાસના ભાવોમાં ઘટાડો નોંધાવાની શક્યતા.