khissu

કપાસના ભાવમાં ઉછાળો, કપાસ પડ્યો હોય તો લઈ જાવ માર્કેટમાં, જાણો કેટલો ભાવ આવશે

હાલનાં સમયે પાણીનાં અભાવે ખેતરોમાં ઉભા રાખી દીધેલા કપાસમાં છેલ્લી વીંણ લેવાઇ રહી છે. ગત વર્ષ દરમિયાન કપાસ સાંચવીને દાઝી ગયેલા ખેડૂતો માલ વેચી રહ્યાં છે, ત્યારે કપાસની આવકોનું પ્રેસર વધ્યું છે. કોઇ ૩૦૦ લાખ ગાંસડી રૂનો કપાસ પાકવાની ધારણા મુકે છે તો કોઇ ૩૨૦ લાખ ગાંસડીનો અંદાજ બાંધે છે, તો કોઇ વળી ૨૯૨ લાખ ગાંસડીનાં ટાર્ગેટ પર છે.

એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટેલું છે, એમાં કોઇ શક કે સવાલ વગરની વાત છે. દેશનાં બધા ખરીદ સેન્ટરો પરથી સીસીઆઇએ ટેકાનાં ભાવે ૨૫ લાખ ગાંસડીનો કપાસ ખરીદ કર્યોં છે. આધારભૂત આંકડા કહે છે કે જીનીંગમિલો અને રૂ ખરીદ કરનાર વિદેશી કંપનીઓ પાસે ૨૨ લાખ ગાંસડી રૂનો કપાસ પડ્યો છે, ત્યારે સ્પીનીંગ મિલો પાસે  ૩૫ લાખ ગાંસડી રૂનો કપાસ છે.

એવી ધારણા છે કે કદાચ ૧૫ ફેબ્રુઆરી પછી આવકો ઘટીને ૧.૫ લાખ ગાંસડી રૂનો કપાસ થયા પછી બજારમાં પ્રતિ ખાંડીએ રૂ.૧૫૦૦ થી રૂ.૨૦૦૦નો સુધારો આવી શકે છે. એટલે કે પ્રતિ ૨૦ કિલોએ રૂ.૧૦૦ થી રૂ.૧૫૦ ભાવ સુધરવાની તક છે. આ વર્ષ માટે સરકારે નિયત કરેલ ટેકાનો ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૧૪૦૪ છે. ગુજરાતનાં પીઠાઓમાં સારો કપાસ રૂ.૧૪૦૦ પ્લસ- માઇનસનાં ભાવે વેચાઇ રહ્યોં છે. તેથી સરકાર દ્રારા સીસીઆઇએ ગુજરાતમાંથી બહું કપાસ લેવાની જરૂર પડી નથી. આમ તો કાયમ કપાસની ટેકાની ખરીદીમાં ખેડૂતોને બહું લેમણા લેવા ગમતાં નથી.

તેથી ખેડૂત ટેકાનાં ભાવથી ખુલ્લી બજારમાં રૂ.૨૫ થી રૂ.૫૦ ઓછા હોય તોય વધાવી લેતો હોય છે. ૩૧, જાન્યુઆરીનાં દિવસે ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ જણસીનાં ટેકાનાં ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮ થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલાઇ છે.

ખરીફ જણસીનાં આ લીસ્ટમાં કપાસ જેવા રોકળિયા પાક માટે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે પ્રતિમણ રૂ.૨૦૦૦ ટેકાનો ભાવ કરી આપવાની ભલામણ કરી છે. ફિલ્ડમાંથી એક વાત સ્પષ્ટ જાણવા મળે છે કે કપાસની વર્તમાન 
બજારો રહેશે તો આગામી ખરીફ સિઝને ખેડૂત કપાસનાં વાવેતરમાં વત્તા-ઓછી કાતર મુકવાનાં મુડમાં છે. એમાય કપાસનો ટેકાનો ભાવ રૂ.૨૦૦૦ કેન્દ્ર સરકાર સ્વીકારે તો જ ખેડૂતો કપાસ વાવેતર તરફ ખેંચાવાનાં ચાન્સ છે. એવું ન થાય તો છેલ્લા પાંચ વર્ષમાં કપાસનું ટોચે પહોંચેલ વાવેતર ધડામ દઇ નીચે પટકાઇ શકે છે

તા. 01/01/2024, ગુરૂવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11501470
અમરેલી10151427
સાવરકુંડલા11001426
જસદણ10501410
બોટાદ11121465
મહુવા10001347
ગોંડલ10011416
કાલાવડ11001460
જામજોધપુર10511476
ભાવનગર10301384
જામનગર8501505
બાબરા11501456
જેતપુર9611441
વાંકાનેર10001436
મોરબી11851485
રાજુલા9001422
હળવદ11501435
વિસાવદર11151381
તળાજા10001425
બગસરા10001461
જુનાગઢ10001230
ઉપલેટા11001385
માણાવદર11451500
ધોરાજી10211421
વિછીયા11401400
ભેંસાણ10001425
ધારી10001434
લાલપુર12731500
ખંભાળિયા13001399
ધ્રોલ12701460
પાલીતાણા10501410
સાયલા13241450
હારીજ13001370
ધનસૂરા12001380
વિસનગર12001447
વિજાપુર10501432
કુકરવાડા10601414
ગોજારીયા12601411
હિંમતનગર13471432
માણસા10001427
કડી11501421
પાટણ11501433
થરા13401390
તલોદ13701425
સિધ્ધપુર11701439
ડોળાસા10801410
વડાલી13501468
દીયોદર13001350
બેચરાજી11001306
ગઢડા12101430
ઢસા12351407
કપડવંજ850950
અંજાર12501475
ધંધુકા11001430
વીરમગામ8511400
જાદર14051455
ચાણસ્મા11501384
ખેડબ્રહ્મા12051445
ઉનાવા10501447
ઇકબાલગઢ11501376
સતલાસણા10001381
આંબલિયાસણ10511401