khissu

મહત્વની માહીતી, ખેડૂતો માટે ખુશખબર, સોનાના ભાવમાં વધારો, ગુજરાતીઓ ચેતજો વગેરે માહીતી જાણો એક ક્લિકમાં

ગુજરાતીઓ ચેતજો: તહેવારો બાદ ફરી એક વખત રાજ્યમાં કોરોનાના કેસ ધીમી ગતીએ વધી રહ્યા છે. કોરોના કેસ વધતા ફરી તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા. જેથી હવે કોરોનાના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બહારથી આવતા લોકો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. ત્યારે કોરોનાના વધતા કેસ (corona case) ગુજરાત માટે ખતરાસમાન છે. કારણ કે, કોરોનામાં જોવા મળેલા જુદા જુદા વેરિયન્ટમાંથી એક કપ્પા વેરિયન્ટ (kappa variant) ના પણ દર્દીઓ રાજ્યમાંથી મળી આવ્યા છે.

સોનાના ભાવમાં વધારો: દિવાળી બાદ સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. હાલ જયારે રાજયમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે, સોનાના ભાવમાં વધારા વચ્ચે લગ્ન માટે હવે લોકોએ સોનાની ખરીદી પણ શરૂ કરી દીધી છે. તો એન.આર.આઈ. પણ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી રહ્યાં છે.  સોનાનો ભાવ 4 મહિના બાદ 50 હજારને પાર થયો છે

મોંઘવારીનો નવો ડોઝ: કોરોના કાળમાં આરોગ્યની ચિંતા વચ્ચે મોંઘવારીએ માઝા મુકી છેે.તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો ઝીંકાતા સામાન્ય માણસનું બજેટ ખોરવાય ગયું છે. મધ્યમવર્ગીય વ્યકિતઓ ઘર ચલાવવા માટે પીસાઇ રહયા છે. એક તરફ તેલ, અનાજ, ગેસ સહિતની ખાદ્ય ચીજોનાં ભાવ વધી રહયા છે. તો બીજી તરફ પેટ્રોલ ડિઝલની કિંમતો વધતા પરિવહન મોંઘું થયું છે. જેની સાઇડ ઇફેકટને પગલે તમામ નાની- મોટી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બજારના ફુગાવાની સ્થિતિ સર્જાય છે.

કોરોના રિટર્ન: ફ્રાંસ, જર્મની સહિતના યુરોપીયન રાષ્ટ્રોમાં કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વૃદ્ધિ થવા લાગી છે ત્યારે અનેક રાષ્ટ્રોએ નવેસરથી લોકડાઉનની દિશામાં વિચારણા હાથ ધરી છે જેને પગલે વૈશ્વિક અર્થતંત્રને ફરી ઝટકો લાગવાનું જોખમ ઉભુ થયુ છે. યુરોપના અનેક રાષ્ટ્રોમાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને તો એવી લાલબતી આગળ ધરી દીધી છે કે યુરોપ વધુ એક વખત કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમી યુરોપ સૌથી વધુ પ્રભાવિત છે. સંક્રમણની રફતાર ખતરનાક સ્તરે પહોંચતા લોકડાઉન જેવા કદમ શરુ કરવામાં આવ્યા છે.

ખેડૂતોમાં આનંદો: રાજ્યમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્તિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું હતું જેવા જિલ્લાઓને સરકાર દ્વારા સહાય ચુકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને સરકારે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ માટે સહાયની જાહેરાત કરી હતી.અહેવાલ મુજબ જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના 33 હજાર 82 ખેડૂતોને સહાય ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ 69 કરોડ 77 લાખ 44 હજારની સહાય ખેડૂતોને ચુકવી છે.