khissu

5 સૌથી મોટી માહીતી: મળશે 50,000 ની સહાય, sbi ગ્રાહકોને મળશે મફતમાં 2 લાખનો વીમો વગેરે માહીતી જાણો ટુંકમાં


50,000 ની સહાય: કોરોના મહામારી દરમિયાન જે પરિવારોએ તેના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોને કેન્દ્ર સરકારે આર્થીક સહાય આપવાની જાહેરાત કરી છે.ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 નવેમ્બરથી થશે. 
 કયાં વિસ્તારમાં મૃત્યુનું સર્ટિફિકેટ કોણ આપશે ? મહાનગરપાલિકામાં રજિસ્ટ્રાર અને તબીબી અધિકારી
નગરપાલિકામાં રજિસ્ટ્રાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારી
ગ્રામ્યકક્ષાએ રજિસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી
કેન્ટોનમેન્ટ બોર્ડમાં રજિસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી
જંગલ વિસ્તારમાં રજિસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ અધિકારી

કેસનો રાફડો ફાટયો: 500 કેસ એક સાથે  ગુજરાતમા હાલ કોરોનના કેસો નહિવત છે. પરંતુ રાજયમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા કેસો વધી રહ્યા છે. દિલ્હીમાં પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં કેસોનો રાફડો ફાટયો છે. ત્યારે રાજકોટમાં પડધરી તાલુકાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોને ચિકનગુનિયા કે અન્ય વાઈરસની શંકા સેવાઇ રહી છે. જો કે તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ઠંડી વધશે: પવનની દિશા બદલતા ઠંડીનું જોર વધશે. હાલ સવારે ઠંડીનું વાતવરણ, બપોરે ગરમીનો એહસાસ થવાથી લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. મોટાભાગના શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે 11 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યુ હતું. જ્યારે નલિયામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે

મફતમાં 2 લાખનો વીમો: એસબીઆઇ નાં ગ્રાહકો હવે 2 લાખનો જીવન વીમો મફત મેળવી શકશે. આ લાભ તે લોકોને મળશે જેને જનધન ખાતુ ખોલાવ્યું છે. જે ખાતાધારકોએ 28 ઓગસ્ટ 2018 પહેલા ખાતુ ખોલાવ્યું છે તેનાં માટે વિમાની રકમ 1 લાખ રૂપિયા છે. ત્યારબાદ ખાતુ ખોલાવનાર ખાતાધારકોને 2 લાખ રૂપિયાનો વીમો મળવાપાત્ર છે.

ગુગલ એકાઉન્ટ અપડેટ: ગુગલ આજે એપ સિક્યોરિટીમાં ફેરફાર કરવા જઈ રહ્યુ છે. એટલે કે એકાઉન્ટ પર એક ક્લિક લોગીન સિસ્ટમ બંધ થઈ જશે. મતલબ કે જ્યારે તમે એક ડીવાઇસમાં લોગીન છો ત્યારે બીજા કોઈ ડીવાઈસમાં લોગીન કરવા માટે એલર્ટ મળશે. જો તમારા ગુગલ એકાઉન્ટ સાથે કોઈ છેડછાડ કરે છે તો તમને એલર્ટ મળી જશે.

1 સેકન્ડમાં 10 શબ્દો બોલે છે આ વ્યકિત: અમેરિકાના જ્હોન મોષિટા 1 મિનિટમાં 586 શબ્દો બોલે છે એટલે કે તે 1 સેકન્ડમાં 10 શબ્દો બોલે છે દુનિયા તેને મોટરમાઉથ પણ કહે છે. જેના નામે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ છે. જો કે આ રેકૉર્ડ બ્રિટનના સ્ટીવ વુડમોરે એ તોડી નાખ્યો હતો જે 1 મિનિટમાં 637 શબ્દો બોલી શકે છે.