khissu

આજે કપાસનો ઉચો ભાવ 1380 બોલાયો: જાણો આજના 50+ માર્કેટિંગ યાર્ડના ભાવો

ગઈ કાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં દોઢ લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના કપાસની આવક જળવાયેલી હતી પણ કપાસની કવોલીટી દિવસેને દિવસે બગડી રહી છે. મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ઊંચા હોવાથી ત્યાંથી પાણી છાંટીને કપાસ લાવે તો જ પોસાય તેમ છે તેથી ત્યાંના વેપારીઓ ભરપૂર પાણી છાંટીને કપાસ લાવી રહ્યા છે.  જેની કવોલીટી એકદમ બીજા નંબરની છે. આ વર્ષે ફ કપાસ આવવાની શક્યતા નથી હાલ જે કપાસ આવે છે તેની કવોલીટી સતત નબળી આવી રહી છે. બુધવારે કડીમાં કપાસના ભાવ ટકેલા હતા. મહારાષ્ટ્રની 80 થી 90 ગાડી અને કાઠિયાવાડની 150 ગાડી કપાસની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.1150 થી 1280 અને કાઠિયાવાડના કપાસના ભાવ રૂ.1170 થી 1300 બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક 60  થી 65 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1150 થી 1200 અને ઊંચામાં રૂ.1340 થી 1365 બોલાયા હતા.

આજનાં કપાસ ભાવોની વાત કરીએ તો કુલ 50+ માર્કેટ યાર્ડમાંથી 22 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1320+ રહ્યોં છે. જેમાંની બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1380 બોલાયો છે.

હવે જાણી લઈએ આજના (18/03/2021,ગુરુવાર) કપાસના ભાવો :- 

રાજકોટ :- નીચો ભાવ 1160 ઉંચો ભાવ 1335
 

અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1356

સાવરકુંડલા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1351

જસદણ :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1325

બોટાદ :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1370

મહુવા :- નીચો ભાવ 935 ઉંચો ભાવ 1263

ગોંડલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1326

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300

જામજોધપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1270

ભાવનગર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1351

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1333

બાબરા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1380

જેતપુર :- નીચો ભાવ 1145 ઉંચો ભાવ 1371

વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1310

મોરબી :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1351

હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1272

‌વિસાવદર :- નીચો ભાવ 840 ઉંચો ભાવ 1206

માણાવદર :- નીચો ભાવ 875 ઉંચો ભાવ 1296

ધોરાજી :- નીચો ભાવ 1046 ઉંચો ભાવ 1301

‌વિછીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1340

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300

લાલપુર :- નીચો ભાવ 1006 ઉંચો ભાવ 1300

ધ્રોલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1255

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1230

હારીજ :- નીચો ભાવ 1165 ઉંચો ભાવ 1260

ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200

‌વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1358

‌વિજાપુર :- નીચો ભાવ 1214 ઉંચો ભાવ 1313

કુકરવાડા :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1306

ગોજારીયા :- નીચો ભાવ 1240 ઉંચો ભાવ 1241

‌હિંમતનગર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1265

માણસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1331

કડી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1309

પાટણ :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1338

વડાલી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1336

‌ટિંટોઇ :- નીચો ભાવ1101 ઉંચો ભાવ 1200

બેચરાજી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1186

ગઢડા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1328

ઢસા :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1171

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050

ધંધુકા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1310

ચાણસ્મા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1199

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1170

ઉનાવા :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1335

ઇકબાલગઢ :- નીચો ભાવ 1192 ઉંચો ભાવ 1201

ખેડૂત મિત્રોને માર્કેટિંગ યાર્ડ માં સારા કપાસના એવરેજ ભાવ રૂ.1250 થી 1320 ની વચ્ચે મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કપાસના ભાવમાં થોડો-થોડો વધારો થઈ રહ્યો છે. જ્યારે આગામી બે અઠવાડિયા સુધી ભાવમાં વધારો રહે એવી શક્યતાઓ રહેલી છે આગળ નો રિપોર્ટ અમે તમને જણાવતા રહેશુ. માટે Khissu Application ડાઉનલોડ કરી લેજો.