khissu

દિવાળી પહેલાં સોના ચાંદીના ભાવમાં મોટી હલચલ, જાણો આજના તાજા Gold-Silver ગુજરાતના ભાવો

નમસ્કાર, છેલ્લા એક વીકથી સોનાનાં ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો, પરંતુ ગઈ કાલથી સોનાના ભાવમાં ધીમી ગતિએ ફરી વધારો ચાલુ થયો છે. અને હજી નવરાત્રિ દિવાળી આવતા ભાવમાં ધીમી ગતિએ વધારો જોવા મળશે તેવી લાગી રહ્યું છે.

આજે અમદાવાદમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે ₹5,320 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે ₹5,803 પ્રતિ ગ્રામ છે. આજે 8 ઓક્ટોબર 2023 છે. આજે ફરી ભાવમાં 10 ગ્રામે 500+ રૂપિયાનો વધારો નોંધાયો છે.

છેલ્લા એક અઠવાડિયા થી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ આજે ફરી થોડો ભાવ વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹52,550 રૂપિયા હતો અને આજે ₹53,200 રૂપિયા છે એટલે કે +650 રૂપિયાનો વધારો થયો છે. દિવાળી નજીક આવતા અને ખરીદી વધતાં ભાવો થોડા હજી વધવાની શક્યતા છે.

અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ ₹72.10 પ્રતિ ગ્રામ અને ₹72,100 પ્રતિ કિલોગ્રામ છે. જ્યારે Oct 6, 2023 ના રોજ ભાવ ₹ 70600 હતો જેમાં બે દિવસ માં 1500 નો વધારો નોંધાયો છે.