આજના સમાચાર : ૧ મેથી મળશે ફ્રીમાં લાભ, સરકારે લીધાં મોટા નિર્ણયો

ગુજરાતમાં કોરોના વેગ પકડતાં રૂપાણી સરકારે રૂપાણી સરકારે લીધા ધડાધડ મોટા નિર્ણયો.

૧) પહેલાની જેમ ફરીથી મફત અનાજ વિતરણ કરવામાં આવશે : ગરીબો માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ૨૩ એપ્રિલે જાહેરાત કરતા જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આગામી બે મહિના એટલે કે મે અને જૂન સુધી ૫ કિલો મફત અનાજ આપવામાં આવશે. જેમાં દેશના ૮૦ કરોડ લોકોને લાભ મળશે. મહત્વનું છે કે ગુજરાતના લોકોને પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પાંચ કિલો મફત અનાજ મળશે. ગુજરાતમાં જે વ્યક્તિ NFSAનું રેશનકાર્ડ ધરાવે છે તેમને અનાજ મળવાપાત્ર રહેશે.

૨) રૂપાણી સરકારે લીધો ખૂબ જ સારો નિર્ણય : ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે રૂપાણી સરકારે કોરોના વેક્સિનને લઈને મોટો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે જાહેરાત કરી છે કે હવે ગુજરાતમાં વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. આગામી ૧ મેથી ૧૮ વર્ષથી વધુની વયનાને દરેક નાગરિકને મફતમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. આ માટે રૂપાણી સરકારે કોવિશિલ્ડના એક કરોડ અને કો-વેક્સિનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

૩) રાજ્યની તમામ બેંકો ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો : ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત રાજ્યભરની બેંકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૨૧ એપ્રિલ થી લઈને આગામી ૩૦ એપ્રિલ સુધી સવારે ૧૦ વાગ્યાથી થી બપોરે ૨ વાગ્યા સુધી બેંક ખુલી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માંગે છે કરવા માંગે છે તેઓએ ૨ વાગ્યા પહેલા દરેક કામો પૂર્ણ કરવાના રહેશે. જો કે બેન્કમાં ૫૦℅ સ્ટાફ સાથે કામ ચાલુ રહેશે.

૪) નીતિન પટેલે કરી મોટી જાહેરાત : જે મુજબ RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરાયો. હવેથી લેબોરેટરીમાં ૭૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. ઘરેથી સેમ્પલ માટે ૯૦૦ રૂપિયા ચાર્જ નક્કી કરાયો જે પહેલા ૧૧૦૦ રૂપિયા હતો.

વધારે માહિતી જાણવા ઉપરનો વીડિયો જુઓ.