khissu

આજના TOP 10 સમાચાર :- ધોરણ 12ની પરીક્ષા રદ, સોના ચાંદીના ભાવ, કોરોના વાયરસ, વેધર અપડેટ વગેરે...

દુકાનો હવે ફરી શરૂ :- કોરોના ની બીજી લહેર કાબૂમાં આવતા સરકારે ધંધા રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, લારી, ગ્લલા, માર્કેટિંગ યાર્ડ, હેરકટિંગ સલૂન તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તારીખ 4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હાલ 36 શહેરમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. તેની મુદ્દતમાં એક અઠવાડિયુ વધારવાની જાહેરાત મુખ્યમંત્રી એ કરી છે. 4 જૂનથી 11 જૂન સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ કરફ્યુ અમલમાં રહેશે. તેમજ રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડીલવરી સવારના 9 થી રાત્રિના 10 વાગ્યા સુધી થઈ શકશે.

⁠⁠⁠⁠⁠⁠સરકાર નો યુ ટર્ન :- મંગળવારે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSE ની પરીક્ષાનાં નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું હતું. ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ CBSE એ ધોરણ 12ની પરીક્ષા રદ કરી હતી. ત્યારબાદ આજે કેબિનેટ ની બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે ધોરણ 10નાં 3.80 લાખ રીપીટર વિદ્યાર્થીઓને પાસ કરવાની માંગણી કરી છે. આવા વિદ્યાર્થીઓ ને સરકાર પાસ કરવા માંગે છે પણ ક્યાં ધોરણે કંઈ રીત લાગુ કરવી એ પ્રશ્ન મૂંઝવે છે. આ અંગે હવે પછી નિર્ણય કરવામાં આવશે.

વેધર અપડેટ :- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 જૂને કેરળમાં ચોમાસુ પહોંચવાની શરતો શરૂ થઈ ગઈ છે. કેરળમાં ચોમાસુ આવ્યા બાદ 11 જૂને મહારાષ્ટ્ર અને તેલંગાણા માં ચોમાસુ આવે તેવી સંભાવના છે. હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ભારતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મીમી વરસાદ પડે છે જેને LPA (લોગ પીરીયડ એવરેજ) કહેવામાં આવે છે. 880.6 મીમી વરસાદ 100 ટકા માનવામાં આવે છે. આ વર્ષે 907 મીમી વરસાદ થવાની સંભાવના છે. જેથી દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. જો હવામાન એજન્સીઓનો અંદાજ સાચો પડશે તો ભારતમાં સતત ત્રીજી વાર ચોમાસુ સારુ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલા મોટી આગાહી: ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં

ભાડુતીઓ માટે નવો કાયદો :- ભાડા નાં મકાનમાં રહેતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં મોડલ ટેનેન્સી એક્ટને મંજુરી આપવામાં આવી છે. એટલે કે  રાજ્ય સરકારો ભાડા ની પ્રોપર્ટી લઈ કોઈ વિવાદે ઝડપથી સમાધાન માટે રેંટ કોર્ટસ અને રેંટ ટ્રિબ્યુનલ્સ પણ બનાવી શકશે. નવો કાયદો બનાવવાથી ભાડુઆતની સાથે સાથે મકાન માલિકને પણ ઘણા અધિકાર મળશે. જો ભાડુઆત અને મકાન માલિક વચ્ચે વિવાદ થાય છે તો તેને હલ કરવાનો કાયદાકીય અધિકાર મળશે. મકાન માલિક પણ ભાડુઆત ને પરેશાન કરી ઘર ખાલી કરવા માટે ન કહી શકે. કોઈપણ વ્યક્તિ કોઈની પ્રોપર્ટી પર કબજો નથી કરી શકતો.

કૃષિ સમાચાર :- કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ 2020 ની ખરીફ સીઝનમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર 20.65 લાખ હેક્ટરમાં થયું હતું. જ્યારે કપાસનો વિસ્તાર 22.79 લાખ હેકટર રહ્યો છે. મગફળીનો એક મણનો ભાવ સરેરાશ રૂ. 1000 થી 1200 અને કપાસનો ભાવ મણે રૂપિયા 1150 થી 1450 સુધી ચાલે છે. બંને પાકોમાં તેજી રહી એટલે ખેડૂતોને બન્ને પાકના ભાવ પ્રત્યે અણગમો નથી. પણ કપાસના ભાવ વધુ મળતા હોવાથી કપાસનું વાવેતર થોડું વધે તેવી શક્યતા છે. જે વિસ્તારોમાં કપાસનું વાવેતર ગયા વર્ષે જે ખેડૂતોએ નહોતું કર્યું તે કપાસના વાવેતર તરફ વળશે. હાલની સ્થિતિ એ કપાસનું વાવેતર વધશે કારણ કે અત્યારે કપાસનો ભાવ 1500 નજીક પહોંચી ગયો છે. ભાવ મથાળું કપાસ તરફ ખેડૂતને આકર્ષનારું 

⁠⁠ ⁠⁠સ્પોર્ટ્સ :-  IPL T20 2021 માં 4 મે નાં રોજ કોરોના કેસ આવ્યાં બાદ આઈપીએલ ને સ્થગિત કરી દેવામાં આવી હતી. 60 મેચો માંથી 29 મેચ રમાઇ ચૂકી હતી. આઈપીએલ મેચ આગળ રમાય તે પહેલાં BCCI ને વિદેશ બોર્ડ તરફથી ઝટકો મળી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે તેમના ખેલાડીઓ આઇપીએલ નાં બીજા ફેઝમાં નહિ રમે. જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ કહી દીધું છે કે તેમના ખેલાડીઓ પણ આઈપીએલ માં હિસ્સો નહિ લે. તો રાજીવ શુક્લાએ નિવેદન આપ્યું હતું કે અમે વિદેશી ખેલાડીઓનાં મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. જે ખેલાડીઓ ઉપલબ્ધ નથી તે ખેલાડીઓ વગર અમે ટુર્નામેન્ટ પૂર્ણ કરશું.

કોરોના અપડેટ :- રાજ્યમાં કોરોના નાં કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસો નોંધાયા છે અને 22 દર્દીઓના કોરોના થી મૃત્યુ થયા છે. રાજ્યમાં સાજા થનાર થતાં દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોના ને માત આપી છે.  હાલ એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાય રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસોનો આંકડો 29015 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 95.21 ટકા છે. 

⁠⁠⁠⁠⁠⁠105 કરોડનું રાહત પેકેજ જાહેર :- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ તે વાવાઝોડા નાં કારણે ખેતી બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગર ખેડુ - માછીમારો ને થયેલા વ્યાપક નુકસાન માંથી પુનઃ બેઠા કરવા માટે અને મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ખેડૂતોમાં આનંદો / રૂ.૨૦૦૦, ૮૫૦૦, ૩૫૦૦૦ વગેરેની સહાય, જાણો ક્યાં ખેડૂતને ક્યારે મળશે લાભ? 

બજાર હલચલ :- સોના ચાંદીના ભાવમાં ફરી તેજીનો માહોલ સર્જાયો છે. અને ગઈ કાલે સોનાનો ભાવ 51,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો. તો ચાંદીમાં પણ રૂપિયા 2000 નો ઉછાળો આવ્યો હતો. રાજકોટની બજારોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50,900 બોલાયો હતો. વિશ્વ બજારમાં પાંચ મહિનાની ટોચે સોનાનાં ભાવ પહોંચ્યા છે. 

દુનિયા :- ચીનમાં ફરીથી કોરોના વાયરસનુ જોખમ વધી રહ્યું છે. ચીનના ગુઆનજાઓ શહેરમાં 30 અને 31 મે નાં રોજ 27 નવ કેસ આવ્યા. ફિલિપાઇન્સ એ ભારતમાં નવા કોરોના વેરિયન્ટ B. 1617 નાં આવ્યા પછી ટ્રાવેલ બેન લગાવ્યો હતો. જેને 15 જૂન સુધી વધારવામાં આવ્યો છે. ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ઓમાન અને UAE પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.