khissu

આજના 5 મોટા સમાચાર: LRD ભરતી, ફ્લાવર શો, દિવ્યાંગ બાળકને શિષ્યવૃત્તિ, માવઠું, ગુજરાતમાં 144 કલમ વગેરે

PSI-LRDની ભરતી પ્રક્રિયા રદ: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને કારણ તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી PSI-LRD ની શારિરીક પરીક્ષા રદ કરવામાં આવી છે એવી સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ પરીક્ષા માટેની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન શારિરીક પરીક્ષા યોજાશે.

40% દિવ્યાંગ બાળકને શિષ્યવૃત્તિ: રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ દિવ્યાંગ બાળકો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં દિવ્યાંગ બાળકો માટે શિષ્યવૃતિનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જે બાળકો 40 ટકા જેટલા દિવ્યાંગ હશે, તેમને પણ સરકાર તરફથી શિષ્યવૃતિનો લાભ મળશે. અત્યાર સુધી જે વિદ્યાર્થી 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ શિષ્યવૃતિનો લાભ મળતો હતો. 

અમદાવાદ ફ્લાવર શો: અમદાવાદ શહેરમાં 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી 15 દિવસ માટે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફ્લાવર શો યોજાશે.  દર એક કલાકે 400 લોકોને પ્રવેશ મળશે. અમદાવાદ મહાનગર પાલિકાએ ટિકીટના દર પણ નક્કી કર્યા છે. જેમાં 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સીટીઝનની ટિકિટ 30 રૂપિયા રહેશે. જ્યારે 13 વર્ષથી 65 વર્ષ માટે 50 રૂપિયા રહેશે. 

માવઠું આગાહી: હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 5 અને 6 જાન્યુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. 6 જાન્યુઆરીના રોજ કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. માવઠાને કારણે ફરીથી પાકને નુકસાન થવાની ભીતિ છે.

અરવલ્લીમાં 144 કલમ: રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈને તંત્ર થયું છે ત્યારે અરવલ્લીમાં ત્રીજી લહેરના એંધાણને લઇ સમગ્ર જિલ્લામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત જિલ્લામાં 4 થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે.  ઉપરાંત જાહેરમાં સભા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.