khissu

અંબાલાલ કાકાએ કરી ફરી આગાહી, ફરી પડશે માવઠું, ખેડૂતો ને કર્યા સાવધાન

હમણાં હમણાં થી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળે છે જેના કારણે ખેડૂતોના પાકને માઠી અસર થાય છે. વારંવાર આવતા કમોસમી વરસાદ ખેડૂતોને હચમચાવી મૂકે છે એવામાં ફરીવાર અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે.


હવામાન ના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે જેથી ખેડૂતો પોતાના પાકની સુરક્ષા કરવાની વ્યવસ્થા કરી લે.


વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમ્યાન ઉત્તર ભારતમાં હિમવર્ષા પડશે જેથી ગુજરાતમાં તેની અસર થતાં માવઠું આવવાની શક્યતા છે.


ઉત્તર ભારત ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેની અસર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનાની ૧ થી ૧૧ તારીખ સુધીમાં માવઠું પડી શકે છે. જે વિશે અંબાલાલ પટેલે ખાસ કરીને ખેડૂતોને ચેતાવણી આપી છે.


આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જાન્યુઆરી મહિનાની ૨૭ થી ૩૧ તારીખ સુધીમાં ભારે ઠંડી પડવાની શક્યતા છે જેમાં તાપમાન ઘટીને ૮℃ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં તાપમાન ઘટશે અને ઠંડી નું જોર વધશે.