khissu

તમારી દુનિયા બદલી નાખશે RBIની આ 4 જાહેરાત, જાણો A To Z માહિતી

વર્તમાન સમયમાં ટેકનોલોજીએ લોકોનું જીવન ઘણુ સહેલુ બનાવી દીધુ છે. આંગળીના ટેરવે હવે મોટા મોટા વ્યવહારો કરી શકાય છે. તો બીજી તરફ હવે મળતી માહિતી પ્રમાણે ફીચર ફોનનો ઉપયોગ કરતા મોબાઈલ ગ્રાહકોને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે અને સ્માર્ટફોન યુઝર્સની જેમ ફીચર ફોન યુઝર્સને પણ UPI પેમેન્ટની સુવિધા મળશે.

UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લાવવાની તૈયારી કરી રહી છે. આ માહિતી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની જાહેરાત દરમિયાન આપી હતી.

ઓન ડિવાઈસ UPI વોલેટ થશે લોન્ચ
આ સિવાય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓછી કિંમતના વ્યવહારોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે UPI એપમાં 'ઓન-ડિવાઈસ (On-device)' વોલેટ લોન્ચ કરવા જઈ રહી છે. RBI ના મોનેટરી પોલિસી રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 118 કરોડ મોબાઈલ યુઝર્સ છે અને તેમાંથી લગભગ 74 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. એટલે કે દેશમાં ફીચર ફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા લગભગ 44 કરોડ છે.

RBIની આ 4 જાહેરાતથી થશે મોટા બદલાવ 
1. ફીચર ફોન માટે UPI
- દેશમાં હાજર 44 કરોડ ગ્રાહકો માટે આ વરદાન સાબિત થશે.
- ઇન્ટરનેટ વિના ફોન દ્વારા UPI ચૂકવણી થશે
- છૂટક ચુકવણીઓ રેગુલેટરી સેન્ડબોક્સ દ્વારા થશે
- UPI સાથે કનેક્ટ થયા બાદ ફીચર ફોનના ગ્રાહકો BNPL માટે પાત્ર બનશે

2. ઓન ડિવાઈઝ UPI વૉલેટ 
- નાની રકમની ચુકવણી માટે UPI વોલેટ.
- ઈન્ટરનેટ વગર ઓફલાઈન ટ્રાન્ઝેક્શન શક્ય બનશે.
- સ્માર્ટફોનમાં UPI દ્વારા વોલેટમાં પૈસા ઉમેરી શકાય છે અને ઇન્ટરનેટ વિના નાની રકમ ચૂકવી શકાય છે.
- ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન ફેલની કોઈ ફરિયાદ રહેશે નહીં.
- બેંકોની સેવાઓ પર ઓછો બોજ પડશે અને સંસાધનોનો ખર્ચ ઓછો થશે.
- ઓન-ડિવાઈસ UPI વોલેટ પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ્સની તર્જ પર લોન્ચ કરવામાં આવશે.
- UPI વ્યવહારોમાં, 50% ચુકવણી રૂ. 200 કરતાં ઓછી રકમ માટે કરવામાં આવે છે.
- ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન અનુભવમાં કોઈ ફેરફાર થશે નહીં.
- નાની ચુકવણીઓ માટે UPI વૉલેટમાં એક નિશ્ચિત રકમની મર્યાદા હશે.

3. UPIમાં રોકાણ મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ
- રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં UPI રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
- સરકારી સિક્યોરિટીઝ ખરીદવા માટે UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ શક્ય છે.
- IPO રોકાણમાં પણ UPI રોકાણ મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવામાં આવશે.
- સેબી HNIમાં રૂ. 2 લાખથી રૂ. 10 લાખ સુધીના રોકાણ માટે નવી વિશેષ શ્રેણી પર વિચાર કરી રહી છે.

4. ડીજીટલ પેમેન્ટ માટે લોકોને પોસાય તેવા ચાર્જીસ 
- ડિજિટલ પેમેન્ટના ચાર્જીસને બધા માટે પોસાય તેવા બનાવવા માટે વિચારણા.
- ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પીપીઆઈ સંબંધિત શુલ્ક અંગે ડિસ્કશન પેપર જારી થશે.
- વેપારીઓ સાથે સંબંધિત MDR શુલ્ક પર ધ્યાન આપવામાં આવશે.
- સેવા આપતા વેપારીઓ MDR ચાર્જ વહન કરે છે.
- ચૂકવણીઓમાં વસૂલવામાં આવતી સુવિધા ફી અને સરચાર્જ પર ફિડબેત લેવામાં આવશે.