khissu

યુવતીની મંજુરી વિના બોલ્ડ સીન કર્યા અપલોડ

આજકાલ છેતરપીંડી ના કેસ ઘણા જોવા મળે છે. સુરતની એક યુવતી શોર્ટ ફિલ્મ ઉતારવા ગઈ હતી ત્યાં તેનું બોલ્ડ સીન નું શૂટિંગ ઉતારવામાં આવ્યું અને યૂટ્યૂબ પર અપલોડ કરી દેવામાં આવ્યું.

વાત એમ છે કે સુરતના બારડોલીમાં રહેતી યુવતી શોર્ટ ફિલ્મ ઉતારવા ના નામે ગઈ હતી તેને કહેવામાં આવ્યું હતું કે તેનો માત્ર સાધારણ બોલ્ડ સીન ઉતારવામાં આવશે અને તે માત્ર મારી જ ચેનલ માં મુકવામાં આવશે.

યૂટ્યૂબ પર સાહિલ સની નામથી ચેનલ ચલાવતા સાહિલે યુવતીને માત્ર સાધારણ બોલ્ડ સીન ઉતારી તેની સિવાય બીજી કોઈ પણ ચેનલમાં આ વિડિઓ નહીં મૂકે તેવી વાત થઈ હતી. પરંતુ તેણે યુવતીને પૂછ્યા વગર પોર્ન સાઈટ અને બીજી યૂટ્યૂબ ચેનલ પર પણ આ વિડિઓ મૂકી દીધો.

પરવાનગી લીધાં વગર વિડિઓ મુકવા પર યુવતીએ બારડોલી પોલીસ સ્ટેશન માં સાહિલ પર કેસ કર્યો છે. પોલીસે સાહિલ સની પર યુવતી સાથે છેતરપિંડી કર્યા નો ગુનો દાખલ કર્યો છે.