khissu

ડીસેમ્બર માસમાં ઉપયોગી માહિતી : રેશનકાર્ડ, વેક્સિન, શાળા, ખેડૂત આંદોલન વગેરે

ગુજરાતનાં લોકો માટે ડીસેમ્બર માસ માં ઉપયોગી 10 માહિતી : 

1) વેક્સિન:

ભારતને જાન્યુઆરી મહિનામાં ઇમર્જન્સીમાં કોરોના વેક્સિન મળી શકે છે, હાલ ભારતમાં છ વેક્સિન ઉપર કામ થઇ રહ્યું છે અને એમાંની એક વેક્સિન નું ફાઇનલ ટ્રાયલ ડિસેમ્બરનાં અંત અથવા તો જાન્યુઆરીના શરૂઆતમાં પૂર્ણ થઇ જશે અને ત્યાર પછી વેક્સિન મળી શકે છે: DR. રણદીપ ગુલેરીયા

2) રેશનકાર્ડ માં 5 ડીસેમ્બર સુધી મફત અનાજ:

કોરોના નાં કહેર વચ્ચે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 5 ડિસેમ્બર સુધી મફત અનાજ મળશે ત્યાર પછી મફત અનાજ નહીં મળે, માત્ર ગુજરાત સરકાર નું રેગ્યુલર અનાજ મળશે. સરકારે તારીખમાં વધારો કર્યો હતો. 

3) કોરોના ટેસ્ટ ભાવ ઘટાડો :

પ્રાઈવેટ માં કોરોના ટેસ્ટ નોં ભાવ 1500 રૂપિયા માંથી 800 કરવામાં આવ્યો છે.

અને ઘર બેઠા કરવા માંગો છો તો 2000 રૂપિયા માંથી 1100 રૂપિયા કરવામાં આવ્યો છે.

4) દિલ્હીમાં ખેડૂત આંદોલન યથાવત્ : 6 ખેડૂતોની માંગ, કઈ?

છેલ્લે પસાર થયેલાં 3 કૃષિ બિલ રદ કરવામાં આવે. 

MSP ને કાયદેસર બનાવામાં આવે. 

MSP ને ફિક્સ રાખી સ્વામીનાથન ફોર્મૂલા લાગુ કરવામાં આવે. 

NCR વાયુ પ્રદૂષણ નિયમ ફેરફાર કે રદ કરવામાં આવે. 

ખેતી માટે ડીઝલ ભાવ અડધા કરવામાં આવે. 

કિશાન નાં નેતા, વકીલો અને કાર્યકરો સામેનાં કેસ પાછા ખસેડવામાં આવે. 

8 ડીસેમ્બરે ભારત બંધ નાં નારા સાથે આંદોલન યથાવત્. 

5) હાઇકોર્ટના covid સેન્ટરમાં કામ કરવાના આદેશ ઉપર રોક:

ગુજરાત સરકારને હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે માંસ ન પહેર્યું હોય એવા લોકોને covid સેન્ટરમાં કામ કરવામાં આવે પરંતુ આ મુદ્દાને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ મુદ્દા ઉપર રોક લગાવ્યો છે.

6) સંઘ પ્રદેશ માં શાળા કૉલેજ ખુલશે: 

સંઘપ્રદેશમાં ( દીવ -દમણ, દાદરા નગર હવેલી માં ) 7 ડીસેમ્બર થી શાળા-કોલેજ ખુલશે, આ અંગે સંઘ-પ્રશાસને નિર્ણય જાહેર કર્યો છે: જોકે શાળામાં 50% વિદ્યાર્થીની સંખ્યા રાખવી પડશે.

7) મોદીજી ફરી વખત ગુજરાતના પ્રવાસે આવશે: 

14 અને 15 તારીખે પ્રવાસે આવશે. કચ્છ ની ખાસ મુલાકાત થઈ શકે છે. 

8) 140000 કેન્દ્ર સરકારની ભરતી માટે પરીક્ષા તારીખ જાહેર

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે RRB, NTPC, RRC માટે તારીખ જાહેર થઈ છે. 

આ માહિતીને સરળતાથી સમજવા ઉપર આપેલ વિડિયો જોવો.