khissu

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024: આ નક્ષત્રમાં કેટલો વરસાદ? લોકવાયકા, વરસાદનું મંડાણ ક્યારે?

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી શરુ થઇ 26ના રોજ પૂરું થશે અને તેનું વાહન હાથી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઇ શકે છે.

ઓતરા નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન ગુજરાત રાજ્યમાં જોવા મળશે. ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના મોટા મોટા રાઉન્ડ જોવા મળી શકે

"જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા"
કહેવતમાં કહેવાયું છે કે આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન પહોંચે છે. કેમ કે મોટાભાગના પાકો હવે કાપણીની (પાકવાની) સ્થિતિમાં હોય છે. જે પાકતા પાકને અતિભારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે અને તે પાક ખાવા લાયક રહેતા નથી.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જો વરસે ઓતરા, તો કાઢે છોતરા"
"જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા"
આ બે કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનુ પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે. જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની શકયતાં?
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે અને ભેંસને પાણી ગમતું હોય છે. માટે વરસાદ પડવાની શક્યતા થોડી વધારે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે. જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઇ જતો હોય છે. વેધર મોડલ મુજબ પણ નક્ષત્રના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતના કોઈ-કોઈક ભાગમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.