khissu

રસી લગાવો: મફતમાં ગાંજો લઈ જાવ, વેક્સિન લગાવવા પર મળે છે ઘાતક હથિયારો સહિત રોકડ રકમ

દુનિયાભરની સરકારો તેમના નાગરિકોને સુરક્ષાનાં કવચ રૂપે કોરોના વેક્સિન આપવા માંગે છે. અમેરિકાએ તેમની અડધી વસ્તીને રસી આપી દીધી છે. તેની યોજના છે કે જૂન મહીનામાં શક્ય હોય એટલા લોકોને રસી આપવામાં આવે. વેક્સિનેશન અભિયાનને વેગ આપવા અને લોકોને વેક્સિનેશન તરફ આકર્ષિત કરવા અમેરિકામાં જોરદાર ઑફર અપાઈ રહી છે. ઘણી જગ્યાએ કોરોનાની રસી લીધા પછી લોકોને મફતમાં બંદૂક, બિયર અને ગાંજાની ઑફર અપાઈ રહી છે.

રિપોર્ટ અનુસાર U.S. માં અત્યાર સુધીમાં કુલ 302,851,917 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે,  જ્યારે કુલ વસ્તીના 42% લોકોને બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. અમેરિકામાં સ્વતંત્ર દિવસ 4 જુલાઇએ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ જો બીડેને 4 જુલાઇએ કોરોના માંથી સ્વતંત્રતા મળશે તેવી જાહેરાત કરી છે. બાઇડન વહીવટ તંત્રે 4 જુલાઈ સુધીમાં 70% યુવાનોમાં રસીકરણ પૂરું કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ઘણા રાજ્યો આકર્ષક ઓફર આપી રહ્યા છે:- ન્યુઝ સ્કાય નાં રિપોર્ટ મુજબ અમેરિકાના લોકો મોટી સંખ્યામાં રસી લે તેના માટે ઘણા રાજ્યોમાં મોટી ઓફરો આપવામાં આવી રહી છે. લોકોને રસી અપાવવા બદલ બંદૂકો, રૂપિયા, અને ક્રિસ્પી ક્રેમ્સ સહિતની આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. તેની સિવાય બીજી પણ એક ઑફર આપવામાં આવી રહી છે. વોશિગ્ટનમાં લાઈસન્સ વાળી ગાંજાની દુકાનોએ લોકોને મફતમાં ગાંજો આપવાની જાહેરાત  કરી રહી છે. રાજ્યના અધિકારીઓ તેને 'જવોઇન્ટસ ફોર જેબ્સ' યોજના કહીને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમેરિકામાં જે લોકોએ રસી લીધી છે તે સ્કોલરશીપ અને પુરસ્કાર પણ જીત ચૂક્યા છે. કેલિફોર્નિયા એ 15 જૂન પહેલા રસી લગાવવા વાળા લોકોને ઈનામ આપવાની જાહેરાત કરી છે.  

વેસ્ટ વર્જિનિયા માં રાઈફલની ઑફર:- સૂત્રોના જણાવ્યા મુજબ વર્જિનિયા માં લોકોને રસી અપાવવા માટે ફ્રી માં શોટગન અને રાયફલ આપવાની ઓફર આપવામાં આવી છે. વર્જિનિયા માં શિકાર અને માછીમારી ખુબ જ પ્રખ્યાત છે. અમેરિકામાં હવે દરરોજ 6 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એપ્રિલની શરૂઆતમાં 20 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ બિડને કહ્યું હતું કે તે કોરોના રસીના 8 કરોડ ડોઝ દુનિયાના અન્ય દેશોમાં મોકલશે.