khissu

રાજકારણમાં ભૂકંપ/ વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, કોણ હશે નવા મુખ્યમંત્રી ?

રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠક થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવાંસમાચાર સામે આવી રહ્યાં છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે.રાજીનામા સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત તમામ મંત્રીમંડળનાં સભ્યો હાજર રહ્યા હતા.

આમ જોઈએ તો ભાજપનો ઇતિહાસ બોલે છે કે છેલ્લી ઘડી સુધી કોઇને ખબર નથી હોતી કે આગળ શું નિર્ણય લેવામાં આવશે. અને ત્યાર બાદ નિર્ણય લઈને સૌ કોઈને ચોંકાવી દે છે. આગળ પણ આવુ થઈ ચૂક્યું છે જેનું બેસ્ટ ઉદાહરણ કર્ણાટકની ભાજપ સરકાર છે.

મુખ્યમંત્રી ગમે તે સમયે પત્રકારોને સબોંધી શકે છે. પરંતુ ક્યાં મુદ્દા પર ચર્ચા થશે તે જાણી શકાયું નથી. Cm વિજય રૂપાણીની અચાનક મુલાકાત વિશે કોઈ ઓફિશિયલ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ મંત્રીમંડળ અને વરિષ્ઠ નેતાઓ સાથે રાજ્યપાલ ની મુલાકાત લેવાના કારણે અનેક ચર્ચાઓ એ જોર પકડયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે? સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદની રેસમાં ચાર નામ આગળ છે. આ નામોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું નામ, જે હાલમાં આરોગ્ય મંત્રી છે, પણ સામેલ છે. જુલાઈમાં જ મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં મનસુખ માંડવિયાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. બીજું નામ હાલના ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું છે. તેઓ આગામી મુખ્યમંત્રી પદની રેસમાં પણ દોડી રહ્યા છે. આ સિવાય અન્ય બે નામોમાં સી.આર.પાટીલ અને ગોરધન જાદફિયાનો સમાવેશ થાય છે.