Viral video: બાળકી એ PM ને કરી ફરિયાદ, વિડીયોથી બદલાયો નિર્ણય

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ક્યુટ કાશ્મીરી ગર્લ વધુ પડતા હોમવર્કની ફરિયાદ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદેશીને કરી રહી હતી. ત્યારબાદ આ વિડીયો જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજસિંહાને મળતા મનોજસિંહાએ આ વિડીયો શિક્ષણ વિભાગને શેર કરીને ઓનલાઇન શિક્ષણ અંગે બાળકોનું હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો.

વીડિયોમાં જોવા મળતી આ બાળકી ૬ વર્ષની છે અને તેનું નામ માહિરા ઈરફાન છે, જે શ્રીનગરમાં રહે છે. માહિરા શ્રીનગરના અલોચીબગ એરિયામાં આવેલી મીન્ટો સર્કલ સ્કૂલ માં ભણે છે અને હાલ ચાલતા ઓનલાઇન શિક્ષણને કારણે માહિરા પરેશાન થઈ ચૂકી છે. માહિરાનું કહેવું છે કે તેના સ્કૂલમાં કાશ્મીરમાં લાગેલી કલમ ૩૭૦થી ઓફલાઈન શિક્ષણ બંધ થઈ ચૂક્યું છે અને ઓનલાઈન ભણવાનો વારો આવ્યો છે. ત્યારે મોટા બાળકોને આપવામાં આવે તેટલું કામ નાના બાળકોને આપવામાં આવે છે તેવું આ વિડીયોમાં માહિરા કહી રહી છે.

મિત્રો, આખી માહિતી જાણવા અને વીડિયો જોવા અહીં લિંક પર ક્લિક કરો.

જોકે માહિરાનો આ વિડિયો માહિરાના પિતાએ તેના મિત્રોને શેર કર્યો હતો. જોતજોતામાં આ વિડિયો જમ્મુ અને કાશ્મીરના લેફ્ટ. ગવર્નર સુધી પહોંચી ગયો. આ વિડીયોને જોઈને લેફ્ટ. ગવર્નર મનોજસિંહાએ શિક્ષણ વિભાગને બે દિવસમાં હોમવર્ક ઘટાડવાનો  આદેશ આપ્યો.

છેવટે રાજ્યના શિક્ષણ વિભાગનો પણ આદેશ આવી ગયો કે પ્રી-પ્રાઈમરી વર્ચ્યુઅલ કલાસ ૩૦ મિનિટ અને પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓના વર્ચ્યુઅલ કલાસ ૯૦ મિનિટથી વધારે ન હોવા જોઈએ. આ સાથે જ આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના ઓનલાઈન કલાસ દરરોજ ૩૦-૪૫ મિનિટના બે સેશનથી વધુ ન હોવા જોઈએ.

દોસ્તો આવા જ વાયરલ વિડિયો જોવા અમારી khissu યુટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ અમારી khissu ની એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી લેજો.