મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2020: ચુંટણી કાર્ડ નવું બનાવવું, નામ સુધારો, સરનામુ સુધારો વગેરે

ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ થશે જેમાં નવું ચૂંટણી કઢાવવુ, ચુંટણી કાર્ડમાં નામ નોંધાવવું, ચૂંટણી કાર્ડ માંથી નામ કમી કરાવવું, ચૂંટણી કાર્ડ ના નામ સુધારો કરવો, ચૂંટણી કાર્ડમાં સરનામું બદલાવું વગેરે કામો થઈ શકશે. 

કઈ - કઈ તારીખે કાર્યક્રમ? 

નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આવતા રવિવાર નાં દિવસે. 

  • તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )
  • તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )
  • તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર )
  • તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર )

કાર્યક્રમનો સમય શું રહશે

સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ સુધીમાં. 

ક્યાં સ્થળે જવાનું? 

આપના નજીકનાં મતદાન મથકે મળવુ. 

અથવા આપના બુથ લેવલ અધિકારીને ને મળવું. 

ક્યાં કામ માટે ક્યું ફોર્મ? 

  • નવુ નામ નોધાવવુ - ફોમઁનં - ૬
  • નામ કમી કરાવવુ - ફોમઁ ન - ૭
  • નામ માં સુધારો - ફોમઁ નં - ૮
  • સ્થળ બદલવુ - ફોમઁ નં - ૮ ક

સાથે રાખવા આ પુરાવા :

  • પાસપોર્ટ સાઇઝ 2 ફોટા.
  • આધાર કાર્ડ ઝેરોક્ષ.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ.
  • જૂનું રેશનકાર્ડ ( અમુક કિસ્સા માં )

આ સુધારા કાર્યક્રમ ની માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડી એમને જાણ કરી દેજો.

                                                             - આભાર