khissu

સોનાના ભાવમાં સીધો 1000 રૂપિયાનો તોતિંગ વધારો, હજુ આ તો ટ્રેલર છે, ગ્રાફ જોઈને તમે ધ્રુજી ઉઠશો

Gold Price Weekly: ભારતીય બુલિયન માર્કેટમાં આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ ટ્રેડિંગ સપ્તાહમાં સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 1,064 વધી છે, જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 1,238 વધી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં 9 ઓક્ટોબરે 24 કેરેટ સોનાનો ભાવ 57,332 રૂપિયા હતો, જે શુક્રવાર (13 ઓક્ટોબર) સુધીમાં વધીને 58,396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. તે જ સમયે, 999 શુદ્ધતા ચાંદીની કિંમત 68,493 રૂપિયાથી વધીને 69,731 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

નોંધનીય છે કે IBGA દ્વારા બહાર પાડવામાં આવેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી પ્રદાન કરે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBGA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ તેમની કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.

છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?

ઑક્ટોબર 09, 2023- 57,332 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઑક્ટોબર 10, 2023- 57,479 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઓક્ટોબર 11, 2023- 57,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઓક્ટોબર 12, 2023- 58,144 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઑક્ટોબર 13, 2023- 58,396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?

ઑક્ટોબર 09, 2023- રૂ 68,493 પ્રતિ કિલો
ઓક્ટોબર 10, 2023- રૂ 68,583 પ્રતિ કિલો
11 ઓક્ટોબર, 2023- રૂ. 69,494 પ્રતિ કિલો
ઓક્ટોબર 12, 2023- રૂ 69,699 પ્રતિ કિલો
13 ઓક્ટોબર, 2023- રૂ. 69,731 પ્રતિ કિલો

દેશના 55 નવા જિલ્લાઓમાં સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગનો વ્યાપ વધારી દીધો છે. સોનાના આભૂષણો અને કલાકૃતિઓના ફરજિયાત હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો દેશના 55 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. તે દેશના 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેશે.