ખેડૂતનો શું-શું મળ્યું બજેટમાં: રૂ.16000 સહાય, વીજળી સહાય, ફ્રી ડ્રમ (ટબ) યોજના, બાગાયતી સહાય, વગેરે..

નમસ્કાર ખેડૂત મિત્રો, 

૩ માર્ચ ૨૦૨૧ના રોજ ગુજરાતના નાણામંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટ રજૂ કર્યું છે. જેમાં સૌપ્રથમ વખત કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. અને કેન્દ્ર સરકાર કરતા આગળ ગુજરાત સરકારે બજેટ માટેની એક એપ્લિકેશન પણ આ વર્ષે લોન્ચ કરી છે. જે એપ્લિકેશનમાં બજેટની સંપૂર્ણ વિગતવાર માહિતી ગુજરાતની જનતાને જાણવા મળશે.

હવે આપણે જાણી લઈએ કે કૃષિક્ષેત્રે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? અને ગુજરાતના ખેડૂતોને આ બજેટ અંતર્ગત શું શું મળવાપાત્ર રહેશે?

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે ટોટલ રૂ.27232 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

1) જેમાં ગુજરાત રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજનો સંગ્રહ કરવા માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે જે માટે રૂ. ૮૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

જે નવી યોજના અંતર્ગત ખેડૂતોને ફ્રી મા ટબ અને ડ્રમ આપવામાં આવશે એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા આઈ-ખેડૂતના પોર્ટલ પર ચાલુ કરવામાં આવશે અને ત્યાર પછી ખેડૂતોને લાભ આપવામાં આવશે. અથવા નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે. 

2) ખેડૂતો માટે બીજી જાહેરાત: આવનાર સમયમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ.૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ.૬ હજાર એમ રૂ.૧૬૦૦૦ ની નાણાકીય સહાય આપવાની યોજના માટે રૂ.૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

3) વીજળી બાબત જાહેરાત: ખેડૂતોને હાલ રાત્રે વીજળી મળે છે જે હવે દિવસે જ વીજળી મળશે, જેમની માટે સરકારે 1 હજાર કરોડની ફાળવણી કરી છે અને ખેડૂતને નવાં વીજ કનેક્શન માટે ૪૦૦ કરોડની ફાળવણી કરી છે, જોકે આ જાહેરાત સરકારે બજેટ પહેલાં કરી દીધી હતી પરંતુ આ બજેટમાં પૈસા ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે. 

4) સહકાર વિભાગ માં ખેડૂતોને લાભ મળે તે માટે પાક ધિરાણ અંતર્ગત ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

5) ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ.૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

6) ગુજરાતમાં બીજ ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે રૂ. ૫૫ કરોડની જોગવાઈ બજેટ 2021-22 માં કરવામાં આવી છે. એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

7) ગુજરાતમાં ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં થાય તે માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી. 

8) ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ બજેટ માં કરવામાં આવી છે. 

9) બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ૪૪૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમનો લાભ ખેડૂતો i khedut વેબસાઇટ પરથી લઈ શકશે. જેમાં ખેડૂતોને સબસિડી સ્વરૂપે પૈસા મળતાં હોય છે ખેતી કરવા માટે.

10) રોગ-જીવાંતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ.૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

11) કૃષિ સંશોધન અને શિક્ષણ માટે ૬૯૮ કરોડ ની ફાળવણી કરવામાં આવી છે.

12) ગુજરાતમાં આવેલી કામધેનુ યુનિવર્સિટી માટે ૧૩૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

13) કૃષિ બજાર વ્યવસ્થા માટે ૮૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પશુપાલન ખેડૂતો માટે: 

1) ગુજરાતમાં ૧૦ ગામ દીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ.૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

2) ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

3) ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

4) ગુજરાતમાં ચાલતી પશુઓ માટે કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. ૭ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

5) મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

6) રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

7) દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ.૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

8) ગુજરાત રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધીરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધીરાણ ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધીરાણ યોજના માટે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કૃષિ ક્ષેત્રે ટોટલ 27 હજાર 232 કરોડ ફાળવવામાં આવ્યા છે. જોકે સરકારે જાહેરાત કરી દીધી છે હવે જોઈએ ખેડૂતને આગામી દિવસોમાં કેટલો લાભ મળે છે કે પછી આંકડાકીય માહિતી માત્ર પેપર માં જ રહે છે.

આજે નીતિનભાઈ પટેલે વર્ષ 2021-22નું પેપરલેસ બજેટ વિધાનસભામાં રજૂ કર્યું જેમાં શિક્ષણક્ષેત્રે રાજ્ય સરકારની મહત્વની જાહેરાતો કરાઈ હતી.

શિક્ષણક્ષેત્રે નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે બજેટમાં શુ જોગવાઈ કરી ?

ગુજરાતમાં બજેટ 2021-22માં નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ કરી છે.

બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે 3400 શાળાઓમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડની જોગવાઈ કરવામાં આવી.

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી.

રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજળીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી.

રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડની જોગવાઈ કરેલ છે.

11 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ માટે 2205 કરોડની જોગવાઈ કરવામાં આવી.

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 19 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે પાઠયપુસ્તકોની સહાય માટે 265 કરોડની જોગવાઈ કરવામાં આવી.

કયાત નિવાસી શાળાઓમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળે તે હેતુથી મોટાપાયે માળખાગત સુવિધાઓ ઉભી કરવાની યોજના માટે 280 કરોડની જોગવાઈ કરવામાં આવી.

શાળાથી 1 કિલોમીટર કરતા વધુ અંતરે રહેતા દોઢ લાખથી વધુ બાળકો માટે વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવા માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ સુવિધા તેમજ ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા 287 કરોડની જોગવાઈ કરવામાં આવી.

ગુજરાત બજેટ 2021-22માં આરોગ્ય ક્ષેત્રે શું જોગવાઈ ? 

નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરી છે.

અમદાવાદની નવી સિવિલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલી મા-વાત્સલ્ય યોજના માટે 1,106 કરોડની જોગવાઈ કરાઈ છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે કુલ 66 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં રસિકરણની કામગીરી સારી રીતે થાય તે માટે રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે.

મોરબી અને ગોધરામાં બની રહેલી નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલના અપગ્રેડ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.

રાજ્યના વધુ 9 જિલ્લામાં મેડિકલ વેકસીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડ રૂપિયાની જોગ વાઈ કરી.

આ માહિતી ગુજરાત નાં દરેક મિત્રો જાણી શકે તે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે Khissu Application download કરો.