khissu

બેંક લોકરની નવી શરત/નિયમો શું છે? ગ્રાહકો Locarમાં કેટલો ચાર્જ વધાર્યો, જાણો શું કહે છે RBIનો નવો નિયમ

Bank locar New rules: બેંક લોકરમાં તમે કોઈપણ વસ્તુ રાખી શકો છો. બેંક લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓને સુરક્ષા આપવા માટે બેંક ગેરંટી આપે છે. એવી કેટલીક ઘટનાઓ છે જેમાં બેંક તમારા નુકસાનની ભરપાઈ કરે છે. આરબીઆઈ(rbi)એ આ અંગે નવા નિયમો જાહેર કર્યા છે. જે જાણીશું આજના આ આર્ટીકલ માં…

પહેલા એ જાણીએ કે હમણાં બેંકોએ લોકર ચાર્જમાંકેટલો વધારો કર્યો છે:- આ સમયે બેંકોએ લોકર ચાર્જમાં વધારો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શાખાના સ્થાનના આધારે વિવિધ પ્રકારના લોકર માટેના દર વાર્ષિક રૂ. 500-3,000 થી વધારીને રૂ. 1,500-12,000 વત્તા GST કર્યા છે.

SBI શહેરી અને મેટ્રો ગ્રાહકો પાસેથી મધ્યમ કદના લોકર ભાડે આપવા માટે રૂ. 3,000 વત્તા GST અને ગ્રામીણ, અર્ધ-શહેરી ગ્રાહકો પાસેથી લોકર ભાડે આપવા માટે રૂ.2,000 વત્તા GST વસૂલે છે. HDFC બેંક લોકર માટે વાર્ષિક રૂ. 1,350 થી રૂ. 20,000 ચાર્જ કરે છે, જે લોકેશન અને પ્રકાર પર આધારિત છે.

31 ડિસેમ્બર, 2022 થી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોકર્સ સંબંધિત નવા નિયમો લાગુ કર્યા હતા.  જોકે તેમ છતાં ઘણાં બધા ગ્રાહકો હજુ સુધી આ નવા નિયમોથી વાકેફ નથી. જે મુજબ જુના અને નવા ગ્રાહકોએ લોકર એગ્રીમેન્ટ મેળવવો પડશે. અને ઈ કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. તે જ સમયે, બેંકોએ ખાતરી કરવી પડશે કે ગ્રાહકે નવા લોકરના નિયમો હેઠળ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

RBIએ શું કહ્યું? આરબીઆઈના જણાવ્યા મુજબ, ગ્રાહકને લોકર ફાળવતી વખતે, બેંકે તે ગ્રાહક સાથે યોગ્ય સ્ટેમ્પ્ડ પેપર પર કરાર કરવો પડશે જેને લોકરની સુવિધા આપવામાં આવી છે. લોકર ભાડે રાખનારને તેના અધિકારો અને જવાબદારીઓ જાણવા માટે બેંક પાસે બંને પક્ષો દ્વારા સહી કરાયેલ કરારની 2 નકલો હોવી જોઈએ.

આ નવા નિયમો અનુસાર હવે બેંકો એમ નહીં કહી શકે કે લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓ માટે તેમની કોઈ જવાબદારી નથી. ચોરી, છેતરપિંડી, આગ કે મકાન ધરાશાયી થવાના કિસ્સામાં બેંકોની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની રહેશે. આ સિવાય બેંકે લોકરની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા પડશે.

હવે આ સ્ટેમ્પ પેપરનો ચાર્જ કોણ ચૂકવશે, બેંક કે ગ્રાહક? નવા નિયમ બાદ ગ્રાહકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કેટલીક બેંકો લોકર માલિકોને રૂ.500ના પેપર પર સ્ટેમ્પ એગ્રીમેન્ટ સબમિટ કરવા માટે કહી રહી છે, તો કેટલીક બેન્કો રૂ.100ના સ્ટેમ્પ પેપર લેવા તૈયાર છે.

જેમાં સ્ટેમ્પ પેપરનો ખર્ચ કોણ ઉઠાવશે તે સ્પષ્ટ નથી. કેટલીક બેંકો સ્ટેમ્પ પેપર આપી રહી છે તો કેટલીક બેંકો ગ્રાહકોને સ્ટેમ્પ પેપર લાવવાનું કહી રહી છે. કેટલાક ગ્રાહકો એવી પણ ફરિયાદ કરે છે કે બેંકોએ તેમને લોકર એગ્રીમેન્ટના રિન્યુઅલ વિશે જાણ કરી નથી.

રિઝર્વ બેંકે તમામ બેંકોને તેમના ઓછામાં ઓછા 50 ટકા લોકર ધારકો સાથે 30 જૂન, 2023 સુધીમાં નવા કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, નવા લોકર કરાર પર 30 સપ્ટેમ્બર સુધીમાં 75 ટકા ગ્રાહકો પાસેથી અને 31 ડિસેમ્બર સુધીમાં 100 ટકા ગ્રાહકો પાસેથી હસ્તાક્ષર લેવા જોઈએ. આ સાથે તમામ બેંકોના ગ્રાહકોને નવા કરારની વિગતો વિશે માહિતી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. તમામ બેંકોએ આરબીઆઈના દક્ષ પોર્ટલ પર તેમના લોકર કરારોની સ્થિતિની માહિતી પણ અપડેટ કરવી પડશે.

What is the new condition of bank locker? Why are customers getting worried, know what the new rule of RBI says