khissu

ડુંગળીની આવક રેકોર્ડ-બ્રેક તો ભાવ કેટલા? જાણો આજનાં ઊંચા-નીચા ભાવો

રામ રામ ખેડૂત ભાઇઓ, 

ડુંગળીમાં હાલ પુષ્કળ પ્રમાણમાં આવક વધી રહી છે છતાં બે માર્કેટ યાર્ડો, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ઘણાં સારા જોવા મળી રહ્યા છે.

મહુવા માર્કેટ યાર્ડમાં થોડા સમય પહેલા વેપારીઓ અને યાર્ડ વચ્ચે થયેલા વિવાદના કારણે હરાજી બંધ કરવામાં આવી હતી. પરંતુ આ વિવાદનો સુખદ અંત આવી જતા ફરી હરાજી શરૂ થઈ છે. બુધવાર ના રોજ બપોરે હરાજી ચાલુ થઈ હતી અને સારા એવા ભાવ બોલાયા હતા. મહુવામાં નવી ડુંગળી ની આશરે ૩ લાખ થેલા ઉપરની આવક થઇ હતી. જે આવક આ વર્ષની રેકોર્ડબ્રેક આવક છે. 

મહુવા માર્કેટ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણી એ જણાવ્યું હતું કે વેપારીઓ ગેરવ્યાજબી રીતે હરાજી કરતા હતા. તે ધ્યાને આવતા તેવા વેપારીઓ ને દંડ અથવા તો એક સપ્તાહ માટે હરાજી થી દુર રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા અધિકારીને વેપારીઓ એ લેખિત સ્વરૂપે આવી કાર્યવાહી હવેથી નહિ થાય તેવી બાંહેધરી આપતા સમાધાન થયું હતું. હાલ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી મળીને આશરે કુલ ચાર લાખ થેલા પડ્યા છે. ખેડૂતોને વ્યાજબી ભાવ અને  સમયસર વેચાણ થાય તે માટે યાર્ડ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હવે (૧૧/૦૨/૨૦૨૧) ના રોજ  ગુજરાત ના માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવો કેવા રહ્યા હતા ? તે જાણીએ, 

લાલ ડુંગળીનાં ભાવો:

મહુવા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૨૩

ગોંડલ :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૫૪૮

જેતપુર :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૬૨૧

અમરેલી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૦૦

રાજકોટ :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૬૧૦

ડીસા :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૬૨૦

ભાવનગર :- નીચો ભાવ ૪૭૦ થી ઉંચો ભાવ ૭૦૦

સુરત :- નીચો ભાવ ૪૬૦ થી ઉંચો ભાવ ૮૦૦

વિસાવદર :- નીચો ભાવ ૨૫૪ થી ઉંચો ભાવ ૫૩૬સ

સફેદ ડુંગળીના ભાવો:

મહુવા :- નીચો ભાવ ૨૧૫ થી ઉંચો ભાવ ૪૪૬

ગોંડલ :- નીચો ભાવ ૧૯૦ થી ઉંચો ભાવ ૩૮૫

મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક રેકોર્ડ બ્રેક હોવા છતાં પણ ખેડૂતોને હાલ ડુંગળીના ભાવો તારા મળી રહ્યા છે. જ્યારે લાલ ડુંગળીની આવક મહુવામાં વધારે છે ત્યારે મહુવામાં ડુંગળીનો ઊંચો ભાવ 723 રૂપિયા જોવા મળ્યો હતો.

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત પુત્ર જાણી શકે એટલા માટે તમારા વોટ્સએપ ગ્રૂપ ફેસબુકમાં ગ્રુપમાં શેર કરો.