Top Stories
khissu

જિઓ, વોડાફોન અને એરટેલના ભાવવધારાથી કેટલા ઊંચા દરે કરવું પડશે રીચાર્જ? શું થશે અસર?

દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓએ ટેરીફ પ્લાનના રેતમાં વધારો કર્યો છે. જિઓ, વોડાફોન અને એરટેલ ત્રણેયે રિચાર્જના દરોમાં ૨૭ % જેટલો વધારો થયો છે. આવી રીતે ટેરીફ પ્લાનના ભાવ વધવાથી ૨૦૨૪ - ૨૫ના વર્ષમાં મોંઘવારી ૦.૨૦ % વધી શકે છે.

ટેલીકોમ કંપનીના રિચાર્જના ભાવ વધવાની સૌથી મોટી અસર તો આ જુલાઈ મહિનામાં જ દેખાશે એવું જાણકારોનું માનવું છે.  ચાલી રહેલા વર્ષમાં મળતા રીપોર્ટ અનુસાર મોંઘવારીના સરેરાશ દરમાં વધારો થઈ ગયો છે. આ દર પહેલા ૩.૬ % હતો, જે હવે ૩.8 % થયો છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

ટેલીકોમ કંપનીઓએ અઢી વર્ષ બાદ ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે અને ૨૦ % જેટલો ભાવવધારો થવાનો છે. સૌથી પહેલા આ  ભાવવધારાનું કામ રિલાયન્સ જિઓએ કર્યું અને પછી બાકીની બંને ટેલીકોમ કંપની પણ તેના પગલે જ ચાલી.

ત્રણેય કંપનીએ ભાવવધારો કર્યો છે પરંતુ BSNLના રિચાર્જના ભાવોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પણ નોંધપાત્ર છે કે આ ત્રણેય કંપની જેટલા ગ્રાહકો પણ BSNL પાસે નથી.