khissu

આગળ જતાં કેવા રહેશે ડુંગળીના ભાવ? ડુંગળી લઈ જતાં પહેલાં જાણો ખાસ નોટિસ, જાણો આજનાં બજાર ભાવ

ડુંગળીના બજારમાં ઘરાકીનાં અભાવે નરમાઈનો માહોલ યથાવત છે. ડુંગળીની બજારમાં તા. ૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારે સરેરાશ મણે રૂ. ૨૦ નો ઘટાડો થયો હતો. અમુક સેન્ટરમાં સારી ગુણવતાવાળી ડુંગળીની બજારો સારી હતા, પરંતુ સરેરાશ બજારો ઠંડા હતાં. સફેદમાં મહુવા ખાતે ૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારે સારા ભાવ બોલાયાં હતાં.

ડુંગળીની બજારમાં પાછોતરા વાવેતર કરનાર ખેડુતો હાલ નીચા ભાવને કારણે પસ્તાયા છે. ખાસ કરીને લાલ ડુંગળીની બજાર બહુ ગગડી ગઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ચારેય રાજ્યોનો માલ ચાલુ મહિનામાં એક સાથે આવશે, જેને પગલે ડુંગળીનાં ભાવ નીચામાં મણના રૂ. ૫૦ સુધી પહોચી ગયાં હતા અને સારી ક્વોલિટીનાં રૂ. ૨૫૦ આસપાસનાં હતાં. ડુંગળીમાં ભાવ હવે બહુ ઘટી જાય તેવી સંભાવના બહુ ઓછી છે, પરંતુ સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીનાં ભાવ લાલમાં આગળ હજી ઘટીને રૂ. ૨૦૦ આસપાસ સ્થિર થાય તેવું લાગે છે. સરેરાશ નીચામાં ભાવ ઘટીને રૂ. ૩૦ અને ઉંચામાં રૂ. ૧૮૦ થી ૨૦૦ સુધી આવી શકે છે. તેનાથી વધુ ઘટાડો કદાચ નહીં થાય. આગળ નિકાસ ઉપર વેપારો સારા રહેશે તો બજારને ટેકો મળી શકે છે.

ગોંડલમાં લાલ ડુંગળીની ૧૪ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૬૦ થી ૧૮૦ નાં હતાં. જ્યારે સફેદમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૩૦ થી ૧૮૧ નાં રહ્યાં હતાં. મહુવામાં લાલ ડુંગળીના ૬૬ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૬૫ થી ૨૫૪ અને સફેદ ડુંગળીના ૧.૯૯ લાખ ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૬૦ થી ૨૫૫ નાં બોલાયા હતાં. રાજકોટમાં ડુંગળીની ૧૦ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૭૫ થી ૧૮પનાં બોલાયા હતાં. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે હાલ નાસીક સહિતનાં સેન્ટરમાં આવક વધી રહી છે અને તેની સામે ઘરાકી નથી. નિકાસકારોની લેવાલી પણ ઠંડી છે, જેને પગલે સરેરાશ લાલ ડુંગળીમાં બજાર હજી ઘટે તેવી સંભાવના છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-  મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ ત્થા સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, લાલ કાંદા ત્થા સફેદ કાંદાની આવક આવતીકાલ તા. ૦૮/૦૪/૨૦૨૧ ગુરૂવાર સવારનાં ૯/૦૦ કલાકથી બંધ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૧૧/૦૪/૨૦૨૧ ને રવિવારથી દરરોજ લાલ કાંદાની ત્થા સફેદ કાંદાની આવક નીચે મુજબ લેવામાં આવશે. 

(૧) લાલ કાંદા સવારે ૯/૦૦ થી સાંજે ૯/૦૦ 

(૨) સફેદ કાંદા સાંજે ૯/૦૦ થી સવારે ૯/૦૦ 

ઉપરની વિગત મુજબ કાંદાની આવકને પ્રવેશ મળશે સમય મર્યાદા પહેલા કે પછી આવનારને કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહી.  જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી. 

સફેદ ડુંગળીની વાત કરીએ તો તેમાં રૂ. ૧૮૦ થી ૨૦૦ આસપાસનાં ભાવ અથડાયા કરે તેવું લાગે છે, આ ભાવથી નિકાસકારો અને ફેકટરીવાળાની માંગ સારી છે. સફેદનો પાક એકાદ મહિનો આવક ચાલુ રહેશે, પરિણામે તેમાં આગળ સુધારો પણ જોવા મળી શકે છે. સફેદ ડુંગળીના વેચાણ ખેડૂતોએ માટે ઉતાવળ કરવી નહીં, પરંતુ લાલ ડુંગળીનું વેચાણ કરીને હળવા થવામાં ફાયદો છે.

તા. ૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારનાં બજાર ભાવની વાત કરીએ લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાલીતાણા અને દાહોદમાં રૂ. ૩૦૦ બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૫૫ બોલાયો હતો.

તા. ૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 65 ઉંચો ભાવ 254
ભાવનગર :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 220
રાજકોટ :- નીચો ભાવ 75 ઉંચો ભાવ 185
ગોંડલ :- નીચો ભાવ 61 ઉંચો ભાવ 201 
અમરેલી :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 210
જેતપુર :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 191
પાલીતાણા :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 300
વિસાવદર :- નીચો ભાવ 42 ઉંચો ભાવ 166
મોરબી :- નીચો ભાવ 1૦0 ઉંચો ભાવ 200
દાહોદ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 300 

તા. ૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 255 
ભાવનગર :- નીચો ભાવ 151 ઉંચો ભાવ 205
ગોંડલ :- નીચો ભાવ 131 ઉંચો ભાવ 181

દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.