khissu

સોનામાં રોકાણ કરવું કે નહીં, રૂ.૧૨,૯૨૧ રૂપિયાનો ઘટાડો થયો, એક્સપર્ટનું શું કહેવું છે ?

સોનું સસ્તું શા માટે થયું ? : ઓગસ્ટ ૨૦૨૦માં સોનું રેકોર્ડબ્રેક સ્તર પર હતું. કોરોના મહામારી વચ્ચે લોકો આર્થિકરીતે નબળાં પડ્યા હતા અને જેવો કોરોનાની અસર ઓછી થઈ એટલે રોકાણકારોએ સોનાની જબરદસ્ત ખરીદી કરી જે કારણથી સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો. ઓગસ્ટ ૨૦૨૦થી જ સોનામાં ઘટાડો શરૂ થઈ ગયો હતો પરંતુ ૧ ફેબ્રુઆરીએ આપણા દેશનું બજેટ રજૂ થયું હતું જેમાં સોના પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી જેથી સોનું વધુ નીચલી સપાટીએ પહોચ્યું.

અત્યારસુધીમાં ૧૨,૯૨૭ રૂપિયાનો ઘટાડો થયો : દિલ્હી સોની બજારમાં ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ સોનાની કિંમત ૫૭,૦૦૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી જે સમયે ચાંદી પણ સર્વોચ્ચ સ્તર પર હતી. આમ ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ સોનાની કિંમતમાં ૧૨,૯૨૭ રૂપિયાના ઘટાડા સાથે ૪૪,૦૮૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ચાંદીની કિંમત ૭૭,૮૪૦ રૂપિયા પ્રતિ કિલોએ હતી જે ૨૬ માર્ચ ૨૦૨૦૧ ના રોજ ૧૩,૫૬૪ રૂપિયા ઘટાડા સાથે ૬૪,૨૭૬ રૂપિયા થઈ.

સોનામાં હાલ રોકાણ કરવું કે નહીં ? : નિષ્ણાંતોનું માનવું છે કે જેમ જેમ વિશ્વમાં કોરોના વેકસીનેશનનું અભિયાન જોર પકડે છે, તેમ તેમ લોકો બીજા રોકાણના વિકલ્પો તરફ વળી રહ્યાં છે તેનાથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. જોકે આ સ્થિતિ લાંબો સમય સુધી રહેશે નહીં. દુનિયાના મોટા ભાગના શેર બજારો સહિતના ભારતીય સ્ટોક એકસચેન્જોએ પણ વેગ પકડ્યો છે. જોકે શેરબજારોમાં વધારે ઉપર જવાની સાથે નફાની સાથે જોખમ પણ વધે છે એવામાં રોકાણકારો સોનામાં રોકાણ કરી સલામત વિકલ્પ પસંદ કરે છે. નિષ્ણાંતોનું માનવું છે કે પાછલાં વર્ષોના ડેટાના આધારે સોનાની કિંમતોમાં પણ ૨૦૨૧માં વધવાની તૈયારી છે.

લાંબા ગાળા માટે રોકાણ કરવું કેવું રહેશે ? : રોકાણકારો મનમાં મુંજવાયા કરે છે કે સોનામાં લાંબા ગાળે રોકાણ કરવું સારું રહેશે કે નહીં ? આ વિશે નિષ્ણાતોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનું ૧૯૬૦ ડોલર પ્રતિ ઔસ પહોંચી જશે. જોકે હાલની કોરોનાની સ્થિતિ ધ્યાને લેતાં રોકાણકારો માટે નિર્ણય લેવો મુશ્કેલ છે. સોનામાં થતો ઘટાડો બહુ લાંબા સમય સુધી ચાલે નહીં. આથી રોકાણકારો હાલ સોનું ખરીદી લાંબા ગાળે વધુ નફો મેળવી શકે છે. જોકે નિષ્ણાંતોના મતે સોનું ટૂંક સમયમાં જ ૧૯૬૦ ડોલર પ્રતિ ઔસ પહોંચી જશે.