khissu

ભારતના લોકો પેટ્રોલ લેવા બિહાર પહોંચ્યા, અનુમતિ ન હોવા છતાં કેમ લે છે આવું રિસ્ક ?

તમને ખબર જ હશે કે આપના દેશમાં આવેલું બિહાર રાજ્ય નેપાળની બોર્ડેરને અડીને જ છે જો બોર્ડર કાઢી નાખવામાં આવે તો બિહાર અને નેપાળ બંને એક જ છે. ત્યારે હાલ એક ખબર આવી રહી છે કે બિહારના લોકો નેપાળમાં જઈને પેટ્રોલ-ડિઝલ ખરીદે છે.

જી હા મિત્રો, બિહારના રકસૌલ શહેરમાં રહેતા લોકો નેપાળ જઈને પેટ્રોલ ખરીદે છે. તેઓ નેપાળ કોઈની અનુમતિ વગર નેપાળ જઈને મોટા મોટા ડ્રમોમાં ઓઇલ ભરીને ભારતમાં લાવે છે. આ કામ માટે તેઓને ન તો ભારત સરકારની અનુમતિ છે ન તો નેપાળ સરકારની. તેમ છતાં તેઓ રિસ્ક ઉઠાવીને નેપાળ જાય છે અને ત્યાંથી ઓઇલ ભારતમાં લાવે છે.

એટલું રિસ્ક ઉઠાવીને તેઓ નેપાળ પેટ્રોલ લેવા કેમ જાય છે શું બિહારમાં પેટ્રોલ નથી મળતું ?

મિત્રો, હાલ આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ચડ્યા છે. જ્યારે નેપાળમાં ભારત કરતા પેટ્રોલ 23 રૂપિયા પ્રતિ લિટર સસ્તું મળે છે જ્યારે ડિઝલ 27.50 રૂપિયા પ્રતિ લિટર સસ્તું મળે છે. તેથી લોકો નેપાળમાં જઈને પેટ્રોલ-ડિઝલ ખરીદે છે અને ભારતમાં લાવે છે.

જોકે, આવુ કરવું તેઓ માટે રિસ્ક ભર્યું છે તેમ છતાં તેઓ સસ્તા પેટ્રોલ માટે આ કદમ ઉઠાવે છે. આમ આદમી છે સાહેબ, તેઓના પરિવારની જવાબદારી છે, પેટનો ખાડો તો પુરવો ને ? 

જોકે તેઓને આમ કરવા પાછળ બોર્ડર પરની અવ્યવસ્થા પણ છે. બિહારના લોકોને નેપાળ જવા માટે કોઈ મુશ્કેલી ભોગવવી પડતી નથી, તેઓ અવાર નવાર નેપાળ જતાં રહેતા હોય છે તેવી જ રીતે નેપાળના લોકો પણ બિહારમાં અવાર નવાર જોવા મળતા હોય છે. બોર્ડર પર કોઈ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ નથી. 

જોકે નેપાળના લોકોને તો ભારત આવવા પર કોઈ મનાઈ નથી. પરંતુ ભારતના લોકો માટે નેપાળ સરકારે શરતો રાખવામાં આવી છે જેમાં નેપાળમાં ફરવા અર્થે જ જતાં લોકોને છૂટ આપી છે જ્યારે વેપાર કે પરિવારના સંબંધ માટે નેપાળમાં જવા કોઈ છૂટ આપી નથી. તેમ છતાં બિહારના લોકોને આવી કોઈ શરતો રોકી શકતી નથી કેમકે બોર્ડર ખુલી જ હોવાથી તેઓ નેપાળમાં જવા તેઓ પાસે હજારો રસ્તાઓ છે.

નેપાળ તો પોતે જ ભારત પાસેથી પેટ્રોલ ખરીદે છે તેમ છતાં ત્યાં ભારત કરતા પણ સસ્તું પેટ્રોલ કેમ મળે છે ?

જે કિંમત પર ક્રૂડ ઓઇલ ભારત ખરીદે છે તે જ કિંમત પર ક્રૂડ ઓઇલ નેપાળ પણ ખરીદે છે. પરંતુ ત્યાં પેટ્રોલ પર લગાવવામાં આવતો ટેક્સ ભારત કરતા અલગ છે. ભારત સરકારની વાત કરીએ તો ભારતમાં પહેલા તો કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ટેક્સ લગાવે છે ત્યારે બાદ જે તે રાજ્યો પણ તેના પર વેટ લગાવી લાભ ઉઠાવે છે. આમ કેન્દ્ર અને રાજ્ય બન્ને લાભ ઉઠાવે છે.

જ્યારે નેપાળમાં પેટ્રોલ-ડિઝલ પર આખા દેશમાં માત્ર એક જ ટેક્સ લગાવવામાં આવે છે. એટલું જ નહીં નેપાળમાં લાગવાવમાં આવતો ટેક્સ પણ ભારત સરકારના ટેકસ કરતા ઓછો હોય છે. ભારતમાં પેટ્રોલ-ડિઝલ પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્યોનો વેટ મળીને 51 કરતા પણ વધુ છે જ્યારે નેપાળમાં પેટ્રોલ-ડિઝલ પર 40 રૂપિયા ટેક્સ લાગે છે.

શું બિહારના બધા જ લોકો નેપાળ જઈને પેટ્રોલ-ડિઝલ ખરીદે છે ?

બિહારમાં પણ પેટ્રોલ પંપો છે અને ત્યાં પણ પેટ્રોલ ખરીદવા લોકો આવે જ છે પરંતુ ખૂબ જ ઓછા તેમ પણ કહી શકાય. આ પરથી કહી શકાય કે જે લોકો નેપાળ જતાં ડરે છે તે બિહારથી જ પેટ્રોલ ખરીદે છે તેઓ કોઈ રિસ્ક લેવા માંગતા નથી.

જોકે બિહારના પેટ્રોલ પમ્પ પર પૂછ પરછ કરતાં જાણવા મળ્યું કે, પહેલાં તેઓ રોજ સાત થી આઠ હજાર લિટર પેટ્રોલ-ડિઝલ વેંચતા હતા પરંતુ હવે માત્ર 1500 થી 2000 લિટર જ વેંચાય છે.

જો પેટ્રોલ-ડીઝલના ભાવ આવી જ રિતે વધતા રહ્યા અને બિહારમાં થતી આ કામગીરીઓ ચાલુ જ રહેશે તો ત્યાંના બોર્ડેરની આસપાસના તમામ પેટ્રોલ પમ્પ બંધ કરવાની ફરજ પડશે. જોકે તેઓ હાલ મેન્ટેનન્સ અને સ્ટાફનો ખર્ચો પણ માંડ માંડ ઉઠાવે છે.